કાપડ બજારના વેપારીઓ હજુ પણ GSTના રજિસ્ટ્રેશન માટે આગળ આવતા નથી

અમદાવાદ: કાપડ બજારના વેપારીઓએ અનિશ્ચિત મુદતની હડતાળ પાછી ખેંચી લીધા બાદ તેમને રજિસ્ટ્રેશનમાં મુશ્કેલી હળવી થાય તથા કાયદા અંગે જોવા મળી રહેલી વિસંગતતા અંગે વધુ સ્પષ્ટતા થાય તે અંગે રાજ્યના કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓની ટીમ ન્યૂ ક્લોથ માર્કેટ ખાતે તથા મસ્કતી માર્કેટ ખાતે વેપારીઓને સમજણ આપે છે. વેપારીઓ પણ આ અંગે તેનો લાભ તો લે છે, પરંતુ કાપડના મોટા ભાગના વેપારીઓ હજુ પણ રજિસ્ટ્રેશન પ્રક્રિયાથી દૂર જવાનું મન બનાવી રહ્યા છે. ડિપાર્ટમેન્ટે ઊભી કરેલી વ્યવસ્થામાં વેપારીઓ માત્ર કાયદા અંગે માર્ગદર્શન મેળવે છે, પરંતુ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાથી દૂર જઇ રહ્યા છે.

કાપડ બજારના એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ સાથે થયેલી સમજૂતી મુજબ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ વેપારીઓને રજિસ્ટ્રેશન કરાવવા સરળતા રહે તે માટે વ્યવસ્થા ગોઠવી છે. શરૂઆતના તબક્કે ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ હવે તેમાં ઓટ આવી છે અને હાલ વેપારીઓ કાયદા અંગેની ગૂંચ તથા પ્રશ્નો અંગે જ માર્ગદર્શન મેળવી રહ્યા છે, પરંતુ રજિસ્ટ્રેશનમાં રસ દાખવતા નથી.
http://sambhaavnews.com/

You might also like