રિયલ એસ્ટેટને GSTમાં લાવોઃ મુખ્ય આર્થિક સલાહકાર

નવી દિલ્હી: કેન્દ્રના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે લેન્ડ અને લેન્ડ પ્રોપર્ટીના રિયલ એસ્ટેટ કારોબારને પણ જીએસટીમાં લાવવા અંગેની ભલામણ કરી છે, જેને કારણે કાળાં નાણાં અને ભ્રષ્ટાચાર ઉપર લગામ લગાવી શકાય. મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનું કહેવું છે કે અપ્રત્યક્ષ ટેક્સની આવનારી નવી ટેક્સ સિસ્ટમ સરળ હોવી જોઇએ. જમીન અને પ્રોપર્ટીની સાથે વીજળીને પણ તેમાં સામેલ કરવી જોઇએ.

જીએસટી અંગે આર્થિક સલાહકાર દ્વારા એક રિપોર્ટ નાણાં વિભાગ માટે તૈયાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં જણાવ્યું છે કે જીએસટીના દરમાં સંતુલન હોવું જોઇએ, જેથી ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ સખત લડાઇ લડી શકાય. નોંધનીય છે કે રિયલ એસ્ટેટમાં મોટા પ્રમાણમાં કાળાં નાણાં થકી કારોબાર થાય છે. જમીન અને સ્થાવર સંપત્તિ ઉપરના વેચાણ પર જીએસટી લાદવાની મુખ્ય આર્થિક સલાહકાર દ્વારા ભલામણ કરાઇ છે.
http://sambhaavnews.com/

You might also like