સિમેન્ટ સહિત ડઝન આઈટમના GST રેટ બદલાશે

728_90

નવી દિલ્હી: આજે યોજાનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં સિમેન્ટ અને પેઇન્ટ પર જીએસટી ઘટાડીને ૧૮ ટકા કરવાના મુદ્દા સહિત વિવિધ મુદ્દા પર ચર્ચા થશે. મીડિયા રિપોર્ટ અનુસાર લગભગ બે ડઝન વસ્તુઓ પર જીએસટીના દરમાં બદલાવ આવી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સિમેન્ટ કંપનીઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર માટે એક મહત્ત્વનું રો-મટીરિયલ હોવાની દલીલ કરીને જીએસટીમાં ઘટાડો કરવાની માગણી કરી રહી છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે જીએસટીમાં બદલાવના કારણે વાર્ષિક રૂ.૧૬૦૦ કરોડનું નુકસાન થઇ શકે છે.

ફિટમેન્ટ પેનલે પોતાના રિપોર્ટમાં ચુનંદા જીએસટી રેટમાં બદલાવ કરવાનાં સૂચનો કર્યાં છે અને આજે યોજાનારી કાઉન્સિલની બેઠકમાં ચર્ચા થશે. સાથોસાથ જીએસટી કાઉન્સિલમાં આજે લોટરી પર ટેક્સ અંગે પણ સ્થિતિ પણ સ્પષ્ટ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાર્યકારી નાણાપ્રધાન પીયૂષ ગોયલની અધ્યક્ષતામાં યોજાનારી કાઉન્સિલની બેઠકમાં લોટરી અંગે એક રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને સરકાર તેના પર ટેક્સ લગાવવાના મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરશે.

You might also like
728_90