જીએસટીના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે વોર રૂમ

નવી દિલ્હી: જીએસટી અમલને આડે હવે બે દિવસની વાર છે ત્યારે જીએસટીને લઇને વેપારીઓમાં અસમંજસ પ્રવર્તી રહ્યું છે. સાથેસાથે રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારી અને અધિકારીઓમાં પણ કેટલાક મુદ્દાઓને લઇને અસ્પષ્ટતા છે. આવા સંજોગોમાં અમલ બાદ ઊભા થયેલા પ્રશ્નોનો ઝડપી ઉકેલ મળે તે માટે તથા તમામ શંકાઓના સમાધાન માટે સરકારે અદ્યતન સાધન સરંજામ સજ્જ પૂછપરછ માટે રિયલ ટાઇમ વોર રૂમ શરૂ કર્યો છે. આ વોર રૂમ સવારે આઠ વાગ્યાથી શરૂ થશે, જે દશ વાગ્યા સુધી કામ કરશે, જેમાં જીએસટી સંબંધી કોઇ પણ મુદ્દાના ઉકેલ માટે સિંગલ વિન્ડો પૂરી પાડશે.

આ વોર રૂમમાં કેન્દ્ર સરકારના અધિકારીઓ તથા નિષ્ણાતોની ટીમ રાજ્યના અધિકારીઓને માર્ગદર્શન આપશે. આ વોર રૂમમાં ટેક્િનકલ કોઇ પ્રશ્ન ઊભા થયા હોય તો તે અંગે પણ નિષ્ણાતોની ટીમ બેસાડાઇ છે, જે સીધા રાજ્યના અધિકારીઓના ટચમાં રહી માર્ગદર્શન આપશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ દ્વારા શરૂ કરવામાં આવેલા જીએસટી ફીડબેક એન્ડ એક્શન રૂમ જીએસટીના સરળ અમલીકરણ માટેની તમામ પ્રક્રિયા બરાબર ચાલે છે કે નહીં તેના ઉપર બારીકાઇથી નજર રાખશે.
http://sambhaavnews.com/

You might also like