જીએસટી પહેલાં શું ખરીદવું અને શું નહીં?

અમદાવાદ: ૧ જુલાઇથી જીએસટી આવી રહ્યો છે. સરકારે પણ અમલ અંગેની અસ્પષ્ટતાનો અંત લાવી નાણાપ્રધાને ૧ જુલાઇથી જ જીએસટી આવશે તેવી સ્પષ્ટતા કરી છે, જેના પગલે કેટલીક કંપનીઓએ જૂના સ્ટોક અંગે ડિસ્કાઉન્ટ સેલ શરૂ કર્યા છે. જોકે જીએસટી આવ્યા બાદ કેટલીક ચીજવસ્તુઓના ભાવ પહેલા નીચા હતા તેમાં હવે વધારો થશે.

• ગોલ્ડ જ્વેલરીઃ હાલ ગોલ્ડ જ્વેલરી પર રાજ્યનો એક ટકો વેટ છે. ત્રણ ટકા જીએસટી આવશે, જેના પગલે સોનાની જ્વેલરી જીએસટી આવ્યા બાદ મોંઘી થશે.

• મોબાઇલ ફોનઃ રાજ્યમાં હાલ ૧૫ ટકા-૧૨.૫+૨.૫ એમ વેટ લેવાય છે, પરંતુ જીએસટી બાદ ૧૮ ટકા ટેક્સ વસૂલાશે. જેથી મોબાઇલ ફોન મોંઘા થશે.

• લેપટોપઃ હાલ ૧૫ ટકા ટેક્સ છે. જે જીએસટી બાદ ત્રણ ટકા વધીને ૧૮ ટકા થઇ જશે. જેથી લેપટોપની ખરીદી જીએસટી બાદ મોંઘી થશે.

• ફર્નિચરઃ ફર્નિચર પર ૨૮ ટકા ટેક્સ લાદયો છે. ફર્નિચર મોંઘું થશે.

• હાર્ડવેરઃ હાર્ડવેરની વિવિધ ચીજવસ્તુ પર સરકારે ૨૮ ટકા ટેક્સ નાખ્યો છે, જેથી આ વસ્તુઓ મોંઘી થવાની ભીતિ સેવાઇ રહી છે.

• ટીવી-ફ્રીઝઃ ટીવી અને ફ્રીઝ પર ૨૮ ટકા ટેક્સ છે, જેથી જીએસટી બાદ ત્રણથી પાંચ ટકા વધારો થવાની શક્યતા છે.
http://sambhaavnews.com/

You might also like