રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ઘંટ વગાડી GST કર્યું લોન્ચ, આજથી દેશભરમાં GST લાગૂ

નવી દિલ્હી: ઇતિહાસમાં માત્ર ચોથી વાર મધરાત્રે મળી સંસદ, GST પર વિશેષ સત્રની શરૂઆત થઇ ચૂકી છે. દેશના નિર્માણમાં કેટલાક કઠોર નિર્ણયો મહત્વના છે. દેશમાં એક નવી વ્યવસ્થાનું નિર્માણ થશે. આ દિશા આપણે બનાવી છે આપણે જે રસ્તો અપનાવ્યો તે કોઇ એક દળની સિદ્ધી નથી. કોઇ એક સરકારની સિદ્ધી નથી. આ આપણા સૌના પ્રયાસોનું પરિણામ છે. રાતના 12 વાગે આપડે મળ્યા છીએ. મહાપુરૂષોએ આ જગ્યાને પાવન કરી છે.

 PMનરેન્દ્ર મોદીનું સંબોધન:

હવે થોડી વાર બાદ દેશમાં જીએસટી લાગૂ થવા જઇ રહ્યો છે ત્યારે. 17 વર્ષોથી ‘એક દેશ અને એક ટેક્સ’ને લઇ જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તે હવે ભારતીય અર્થવ્યવસ્થાનો ઐતિહાસિક પાનાઓમાં દાખલ થવા જઇ રહ્યો છે. વર્ષ 2014માં એનડીએની સરકાર બનતા જ પીએમ મોદીએ GSTને લઇ પોતાનો મત સ્પષ્ટ કરી દીધો હતો.

આ સમયે પીએમ મોદી GSTને લઇ વિશેષ સત્રને સંસદમાં સંબોધિત કરી રહ્યા છે. આ સમયે પીએમ મોદીએ કહ્યું: રાષ્ટ્રના નિર્માણમાં અમુક આવા સમયો આવે છે. થોડીવાર પછી દેશ એક નવી વ્યવસ્થા તરફ ચાલી પડ્યો છે. સવા સો કરોડ દેશવાસી, આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી છે. જીએસટીની પ્રક્રિયા માત્ર અર્થવ્યવસ્થાના અંતર્ગત છે એવું હું નથી માનતો.

છેલ્લા કેટલાક વર્ષોથી અલગ-અલગ ટીમો દ્વારા જે પ્રક્રિયા ચાલી રહી છે, તે એક પ્રકારથી ભારતના લોકતંત્રની છે. ભારતના સંઘના માળખાની, કો-ઓપરેટિવ ફેડરેલિઝ્મના ઉદાહરણ તરીકે આવ્યું છે. આ પવિત્ર અવસર પર આપ સૌ પોતાનો બહુમુલ્ય સમય કાઢીને આવ્યા છો. દિલથી આપનું સ્વાગત છે. આપનો આભાર વ્યક્ત કરૂ છું.

You might also like