નવેમ્બર બાદ GSTના દરમાં ફેરફાર થવા સંભવ

નવી દિલ્હી: ૧ જુલાઇથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અમલમાં આવ્યા બાદ બીજી જીએસટી કાઉન્સિલની બેઠક આગામી ૯ સપ્ટેમ્બરના રોજ મળી રહી છે. કેન્દ્ર સરકારને જુલાઇ મહિનાની જીએસટી થકી એક અંદાજ મુજબ રૂ. ૯૦ હજાર કરોડથી પણ વધુની આવક થઇ હોવાનો અંદાજ છે. ત્યારે નવેમ્બર બાદ જીએસટીના દરમાં ફેરફાર થઇ શકે છે તેવી સંભાવના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ છે.

કેન્દ્ર સરકાર નવેમ્બર સુધીમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ થકી કેટલી આવક થઇ શકે છે તેના ઉપર નજર રાખી રહી છે. સરકારને જુલાઇ મહિનામાં સીજીએસટી થકી રૂ. ૧૪,૮૯૪ કરોડ, એસ જીએસટી દ્વારા રૂ. ૨૨,૭૨૨ કરોડ અને આઇજીએસટી થકી રૂ. ૪૭,૪૬૯ કરોડની આવક થઇ હોવાનો પ્રાથમિક અંદાજ છે.

કેટલીક કોમોડિટી ઉપર ઊંચા દરને લઇને વિવિધ એસોસિયેશન દ્વારા જીએસટીમાં ઘટાડાની રજૂઆત કરાઇ હતી ત્યારે આવકના વધ-ઘટના ટ્રેન્ડને લઇને નવેમ્બર બાદ જીએસટીના દરમાં ફેરફાર થવાની સંભાવના િનષ્ણાતો દ્વારા વ્યક્ત થઇ છે.

You might also like