જીએસટીની આગામી મહિને મળનાર બેઠકમાં વિવિધ કોમોડિટી પરના દરને અંતિમ રૂપ અપાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર આગામી ૧ જુલાઇથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવા અંગેની જોરદાર તૈયારીઓ કરી રહી છે. જીએસટી કાઉન્સિલે ૧ જુલાઇથી જીએસટી અમલવારીની સરળતા થાય તે માટે જરૂરી અડધાથી વધુ નિયમોને મંજૂરી આપી દીધી છે.

નાણાપ્રધાન અરુણ જેટલીની આગેવાની હેઠળ આગામી મે મહિનાની ૧૮ અને ૧૯ તારીખે શ્રીનગર ખાતે જીએસટી કાઉન્સિલની બેઠક મળી રહી છે, જેમાં વિવિધ કોમોડિટી પરના દરને અંતિમ રૂપ આપી દેવામાં આવશે. નોંધનીય છે કે જીએસટીના વિવિધ કોમોડિટી ઉપરના દરને લઇને પાછલા કેટલાક સમયથી વિવિધ રાજ્ય વચ્ચે મતભેદ જોવા મળ્યા છે, જેમાં ખાસ કરીને સોના ઉપર કેટલો જીએસટી લાદવો તે અંગે કેરળ સહિત કેટલાંક રાજ્યએ ત્રણથી પાંચ ટકા રેટ લાદવાની ભલામણ કરી હતી, જ્યારે અન્ય રાજ્યએ ત્રણ ટકાથી નીચો જીએસટી લાદવાનું સૂચન કાઉન્સિલને કર્યું હતું.

નાણાપ્રધાન જેટલીએ કહ્યું હતું કે આગામી મહિને જુલાઇ મહિનામાં શ્રીનગર ખાતે મળનારી બેઠકમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ, એસેસમેન્ટ જેવા નિયમોને પણ મંજૂરી આપવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like