Categories: Gujarat

જીએસટીનું નવું પોર્ટલ આગામી સપ્તાહથી લોન્ચ થઈ જશે

અમદાવાદ: કેન્દ્ર સરકાર એપ્રિલ-૨૦૧૭થી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરવા તડામાર તૈયારીઓ કરી રહી છે. જીએસટીના ચાર સ્તરીય રેટના માળખા સંબંધે સર્વસંમ‌િત સધાઇ ગઇ છે તો બીજી બાજુ ઇન્ફોસિસ દ્વારા આ માટે પ્રોગ્રામ પણ તૈયાર કરવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કરદાતા જીએસટી સહિત નવાં રજિસ્ટ્રેશન તથા ઓનલાઇન ફાઇલિંગ અંગે જાણતા થાય તે માટે બનાવવામાં આવેલ પોર્ટલ આગામી સપ્તાહે આઠમી નવેમ્બરે લોન્ચ થાય તેવી શક્યતા છે. રાજ્યના વેટમાં નોંધાયેલા પાંચ લાખથી વધુ વેપારીઓનું ઓટોમેટિક જીએસટી પોર્ટલમાં રજિસ્ટ્રેશન થઇ જશે. જીએસટીના આ નવા પોર્ટલનું નામ ડબ્લ્યુડબ્લ્યુડબ્લ્યુ જીએસટી ડોટ જીઓવી ડોટ ઇન રહેશે.

કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ જીએસટી કાઉન્સિલે ચાર સ્તરીય રેટનું માળખું નક્કી કર્યું છે. હવે આગામી દિવસોમાં કઇ કોમોડિટી કયા રેટના માળખામાં આવશે તે નક્કી થશે. ત્યાર બાદ પોર્ટલને અંતિમરૂપ આપવામાં આવશે. આ અંગે ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ વા‌િરશ ઇસાનીએ જણાવ્યું કે જીએસટી નેટવર્કમાં હાલના રાજ્યના વેટના ડીલરનું ઓટોમે‌િટક રજિસ્ટ્રેશન થઇ જશે તથા આ નંબર માટે વેપારીઓએ જીએસટીએન-ર૦નું ફોર્મ ભરવું પડશે.

એપ્રિલ-ર૦૧૭થી સમગ્ર દેશમાં જીએસટીની અમલવારી થાય તેવી શક્યતાઓ છે. નવા માળખામાં કેટલીક ચીજવસ્તુઓ ટેક્સના ડાયરામાં આવશે એટલું જ નહીં, સર્વિસીસ સેક્ટરમાં પણ કેટલીક સર્વિસીસનો જીએસટીના નવા માળખામાં ઉમેરો થશે. આવા સંજોગોમાં હાલ રાજ્યમાં એક અંદાજ મુજબ ૪.પ૦ લાખ કરતાં વધુ વેટના ડીલર છે તેમાં ઉમેરો થશે અને એક અંદાજ મુજબ રાજ્યમાં ડીલરની સંખ્યા વધીને ૧૦ લાખ ઉપર થવાની શક્યતાઓ છે.

જીએસટી નેટવર્કના નવા માળખા અન્વયે વેટના ડીલરોનું ઓટોમે‌િટક જીએસટીમાં રજિસ્ટ્રેશન થઇ જશે એટલું જ નહીં, હંગામી ધોરણે છ મહિના માટે ફાળવાયેલો નંબર ચાલુ રહેશે. આ સમયગાળામાં ડીલરોએ જીએસટીએન-ર૦નું ફોર્મ ભરવું પડશે.

divyesh

Recent Posts

રાજપથના બોગસ સભ્યપદ કૌભાંડમાં ફક્ત ક્લાર્ક સામે પોલીસ ફરિયાદ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ રાજ્પથ ક્લબમાં ૩૮ બોગસ મેમ્બરશિપ આપી દેવાના કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે કલબના ક્લાર્ક હિતેશ દેસાઇ વિરુદ્ધમાં ૧.૬૫ કરોડની…

21 hours ago

CBSE બોર્ડની ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા શરૂ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ સીબીએસઈ દ્વારા આજથી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ થયો છે સાથે સાથે ગુજરાત બોર્ડની…

21 hours ago

સ્વાઈન ફ્લૂથી શહેરીજનોને બચાવવા મ્યુનિ. હવે ઉકાળા પીવડાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા ઘાતક સ્વાઇન ફ્લૂ સામે નાગરિકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ…

21 hours ago

પાકિસ્તાને મોટી ભૂલ કરી છે, તેમણે કિંમત ચૂકવવી પડશેઃ નરેન્દ્ર મોદી

(એજન્સી) નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામામાં ખોફનાક આતંકી હુમલામાં ૩૭ જવાનોની શહાદત બાદ રાષ્ટ્રને સંબોધતાં જણાવ્યું હતું કે…

21 hours ago

ઈન્ટેલિજન્સ એજન્સીઓના એલર્ટને સમજવાની નિષ્ફળતા કે પછી ચૂક?

(એજન્સી) નવી દિલ્હી: પાકિસ્તાનમાં બેઠેલા આતંકી સંગઠન જૈશ-એ-મૌહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરની રાહબરીમાં પુલવામા આત્મઘાતી હુમલો થયો છે. આ હુમલાથી આખો…

21 hours ago

પુલવામામાં બાદ શોપિયામાં પોલીસ પર આતંકીઓએ ફાયરિંગ કર્યું

(એજન્સી) નવી દિલ્હી: પુલવામામાં અવંતીપુરામાં થયેલા આતંકી હુમલાને થોડાક કલાક થયા અને જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. શોપિયાના…

21 hours ago