જીએસટીમાં વેપારીઓને માર્ગદર્શન આપવા તાલીમ શિબિરનું આયોજન

અમદાવાદ: જીએસટીના અમલને બે સપ્તાહ કરતા પણ વધુ સમય વીતી ગયો છે તેમ છતાં કાપડ સહિત કેટલાય સેક્ટરમાં નાના અને મધ્યમ વર્ગના વેપારીઓને મૂંઝવણ પ્રવર્તી રહી છે. કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે વેપારીઓની આ મૂંઝવણ દૂર કરવા તથા સંગઠનોની માગના પગલે વેપારીઓને માર્ગદર્શન આપવા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વાસણા સ્થિત કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં તાલીમશાળામાં આ અંગેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ડિપાર્ટમેન્ટનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ વેપારી સંગઠનો આનો લાભ લઇ રહ્યા છે તથા આગામી દિવસોમાં કાપડ સહિત વિવિધ સેક્ટરના વેપારીઓને આ અંગે તાલીમ આપવાનું આયોજન કરાયું છે.
http://sambhaavnews.com/

You might also like