જીએસટી પાસ થવાના આશાવાદે શેરબજાર ૨૮ હજારની નજીક

સપ્તાહની શરૂઆતે શેરબજાર મજબૂત ખૂલ્યું હતું. વૈશ્વિક શેરબજારના સપોર્ટે તથા જીએસટી બિલ સંદર્ભે કોંગ્રેસે આપેલા સંકેતોના પગલે શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું હતું.
આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૩૧ પોઇન્ટના સુધારે ૨૭,૯૭૧, જ્યારે એનએસઇ નિફ્ટી ૩૪ પોઇન્ટના સુધારે ૮,૫૭૬ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી. આમ, સેન્સેક્સ ૨૮ હજારની સપાટીને પાર કરવાને વેંત છેટે ખૂલ્યો હતો.
બેન્કિંગ શેરમાં આજે પણ લેવાલી જોવા મળી હતી એટલું જ નહીં ઓટો શેરમાં વધુ ઉછાળો નોંધાયો હતો તો બીજી બાજુ આઇટી શેરમાં વધુ નરમાઇ જોવાઇ હતી.
પાછલા સપ્તાહે રિલાયન્સના આવેલા સારા પરિણામની અસરે આ શેરમાં બે ટકાનો ઉછાળો નોંધાયો હતો. એ જ પ્રમાણે મારુતિ સુઝુકી કંપનીના શેરમાં ૧.૫૮ ટકા, ટાટા સ્ટીલ કંપનીના શેરમાં ૧.૫૩ ટકાનો ઉછાળો જોવાયો હતો તો બીજી બાજુ વિપ્રો કંપનીનાે શેર ૧.૨૬ ટકા તૂટ્યો હતો. પરિણામ નબળાં આવે તેવા સેન્ટિમેન્ટ પાછળ આ શેર તૂટ્યો હતો. ઓએનજીસી અને સિપ્લા કંપનીના શેરમાં પણ ૦.૫૦ ટકાથી ૧.૫૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો.

You might also like