GSTની જાગરૂકતા માટે એસોસિયેશનો સક્રિય

અમદાવાદ: જીએસટી કાઉન્સિલની રચના થઇ ગઇ છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગામી બે મહિનામાં જીએસટીના દર સહિત વિવિધ વિવાદિત મુદ્દાઓ ઉકેલાઇ જાય તેવી સંભાવના છે. સરકાર એપ્રિલ ૨૧૦૭માં જીએસટી લાગુ કરવા માટેની ઝડપી તૈયારીઓ હાથ ધરી છે ત્યારે સ્થાનિક એસોસિયેશનો સક્રિય બન્યાં છે.

ગુજરાત ઇન્વેસ્ટર્સ એન્ડ શેરહોલ્ડર્સ એસોસિયેશનની આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે સાંજે સાડા પાંચ વાગ્યે જીએસટી બિલ સંબંધે ટેક્સ નિષ્ણાત નયન શેઠ દ્વારા એક સેમિનારનું આયોજન કરાયું છે એટલું જ નહીં શનિવારે વાયએમસીએ ક્લબ ખાતે ગુજરાત ચેમ્બર્સ દ્વારા એક સેમિનારનું ૧૦.૩૦થી ૧૨.૩૦ દરમિયાન આયોજન કરાયું છે, જેમાં કેન્દ્રના રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયા પણ હાજર રહેશે.

You might also like