GSTનું મેગા લોન્ચિંગઃ અમિતાભ બચ્ચન, લતા મંગેશકર, રતન ટાટા શોભામાં અભિવૃદ્ધિ કરશે

જીએસટીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. આજે મધરાતે સંસદનો સેન્ટ્રલ હોલ ઝગમગી ઊઠશે. જીએસટીના ભવ્ય લોન્ચિંગ પ્રસંગે મેગા સ્ટાર અમિતાભથી લઇને ઉદ્યોગ ક્ષેત્રની જાણીતી હસ્તી રતન ટાટા અને સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકર ઉપસ્થિત રહેશે. આજે રાત્રે આઝાદી બાદ સૌથી મોટા કરસુધારા ગુડસ એન્ડ સર્વિસ ટેકસ (જીએસટી)નો આરંભ થશે. આ અગાઉ આઝાદીની સુવર્ણ જયંતી પ્રસંગે સંસદનું ખાસ સત્ર મધરાતે બોલાવવામાં આવ્યું હતું, પરંતુ આ વખતે સંસદના સેન્ટ્રલ હોલમાં ભવ્ય કાર્યક્રમ યોજાશે, જે ૧પ ઓગસ્ટ ૧૯૪૭ની મધરાતની યાદ અપાવશે કે જ્યારે ભારતને આઝાદી મળી હતી અને પોતાના ભવિષ્યની રાહ પર ભારતે કદમ આગળ વધાર્યાં હતાં.
http://sambhaavnews.com/

You might also like