જીએસટીના લેટ રિટર્ન ફાઈલિંગ પર પેનલ્ટી નહીં, ૧૮ ટકા લેખે વ્યાજ લેવાશે

અમદાવાદ: કેન્દ્ર સરકારે ૨૫ ઓગસ્ટ બાદ વિલંબથી રિટર્ન દાખલ કરવા સંબંધે લાદવામાં આવેલી પેનલ્ટી માફ કરી છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની બાકી રકમની વિલંબથી ચુકવણી કરવા ઉપર ૧૮ ટકા લેખે વ્યાજની ચુકવણી કરવી પડશે એટલું જ નહીં, કારોબારીઓને પ્રારંભિક ફોર્મમાં થયેલી ભૂલોમાં સુધારો કરવા માટે આવતી કાલ પ સપ્ટેમ્બર સુધી આખરી તક આપવામાં આવશે.

જીએસટી અધિનિયમ અંતર્ગત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના વિલંબથી ચૂકવણા પર ૧૮ ટકાના દરે વ્યાજ લેવાની જોગવાઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્ડ કસ્ટમ વિભાગે સ્પષ્ટતા કરી છે કે અંતિમ તારીખ સુધી જીએસટીનું ચૂકવણું કર્યું ન હોય તો આ પ્રકારની સ્થિતિમાં ૨૬ ઓગસ્ટ બાદથી ટેક્સ પેમેન્ટ કર્યાના દિવસ સુધી બાકી રકમ પર ૧૮ ટકા લેખે વ્યાજનું ચૂકવણું કરવું પડશે, પરંતુ વિલંબથી રિટર્ન ફાઈલ કરવા સામે પેનલ્ટી લેવામાં નહીં આવે.

નોંધનીય છે કે વિલંબથી રિટર્ન ફાઈલ કરવા અંગે સીજીએસટી અને એસજીએટી અંતર્ગત થતા ૧૦૦ રૂપિયા એમ રોજના રૂ.૨૦૦ની પેનલ્ટી લેવાની જોગવાઈ છે. સીબીઈસીએ પેનલ્ટી નહીં લેવા જણાવ્યંુ છે.

You might also like