જીએસટી ૧૮ ટકા પ્રવર્તમાન રાહતો ચાલુ રાખવા ઉદ્યોગજગતની માગણી

નવી દિલ્હી: ઉદ્યોગજગતે ગુડ્સ અને સર્વિસ ટેક્સના રેટ ૧૮ ટકા રાખવાની માગ કરી છે એટલું જ નહીં હાલ જુદી જુદી કેટલીક સર્વિસ તથા ચીજવસ્તુઓ પર સર્વિસ ટેક્સ, વેટ અને સેન્ટ્રલ એકસાઈઝ ડ્યૂટીમાં રાહત આપવામાં આવી રહી છે તે ચાલુ રાખવાની માગ કરાઈ છે. ઉદ્યોગજગતનું કહેવું છે કે જીએસટીના દર ૧૮ ટકા નક્કી કરવાના રાજ્ય દ્વારા ટેક્સ કલેક્શન પર્યાપ્ત વૃદ્ધિ થશે, એટલું જ નહીં મોંઘવારી પણ નહીં વધે.

દેશના ઉદ્યોગજગતના અગ્રણી સંગઠન અને રાજ્યના નાણાપ્રધાનની બનેલ એમ્પાવર્ડ કમિટીની બેઠકમાં એપ્રિલ-૨૦૧૭થી જીએસટી લાગુ કરવો મુશ્કેલ ગણાવ્યો હતો. ઉદ્યોગજગતનાં સંગઠનોએ કારોબારીઓ માટે આઈટી સિસ્ટમ ઊભી કરવા માટે આટલો ટૂંકો સમય અપૂરતો ગણાવ્યો હતો.

ફિક્કીએ કહ્યું છે કે જીએસટી કાઉન્સિલ જે દિવસે જીએસટી કાયદાને સ્વીકારે તેના ઓછામાં ઓછા છ મહિના બાદ જીએસટી લાગુ કરવો જોઈએ. ફિક્કી દ્વારા હાલ કેટલીક ચીજવસ્તુઓ પર એક્સાઈઝ ડ્યૂટીમાં રાહત અપાય છે. તેને જીએસટીમાં પણ ચાલુ રાખવાની માગ કરાઈ છે. દરમિયાન બેઠકમાં સીઆઈઆઈએ જીએસટીના સ્ટાન્ડર્ડ રેટ ૧૮ ટકા રાખવાની માગ કરી છે. એ જ પ્રમાણે એસોચેમે જીએસટી લાગુ થયા બાદ બે વર્ષ સુધી પેનલ્ટી અને સજામાં રાહત આપવાની માગ કરી છે.

You might also like