ઊંચા જીએસટીથી ઈન્ડસ્ટ્રીઝને નુકસાન

નવી દિલ્હી: કેપિટલ ગુડ્સ સેક્ટર પર ઊંચા જીએસટીથી ઇન્ડસ્ટ્રીઝને અસર થઇ શકે છે. ભારે ઉદ્યોગ વિભાગે નાણાં વિભાગને એક ચિઠ્ઠી લખીને આ અંગે જાણ કરી હતી. ભારે ઉદ્યોગ વિભાગે કેપિટલ ગુડ્સ સેક્ટર પર જીએસટી ઓછો હોવાની પણ ભલામણ કરી છે એટલું જ નહીં, ઊંચા ટેક્સ રેટથી ઇકોનોમી ઉપર નેગેટિવ અસર જોવાની ભીતિ વ્યક્ત કરાઇ છે.

ઊંચા ટેક્સના મુદ્દે ભારે ઉદ્યોગ વિભાગ અને નાણાં વિભાગ વચ્ચે મતભેદ જોવા મળી રહ્યા છે. ભારે ઉદ્યોગ વિભાગે ચીનની ટ્રેડ પોલિસીને વખાણી હતી. આ ચિઠ્ઠી એક મહિના અગાઉ લખાઇ હતી.

નોંધનીય છે કે તાજેતરમાં જીડીપીના ડેટા જાહેર થયા હતા, જેમાં કોર સેક્ટરનો ગ્રોથ નીચો જોવા મળ્યો હતો. જીડીપીના ડેટા ત્રણ વર્ષના તળિયે જોવા મળ્યા છે. નિષ્ણાતોએ જીએસટીના ઊંચા રેટના કારણે ગ્રોથ પર અસર થવાની શંકા વ્યક્ત કરી છે.

You might also like