જીએસટી બાદ સોનાની જ્વેલરીના ભાવ વધ્યા

અમદાવાદ: જીએસટીમાં સોનાની જ્વેલરી પર ત્રણ ટકા ટેક્સ લાદવામાં આવ્યો છે, જેના પગલે સોનાની જ્વેલરીના ભાવમાં રૂ. ૪૦૦થી ૬૦૦નો ઉછાળો નોંધાયો છે. આજે શરૂઆતે ૧૦ ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ રૂ. ૨૯,૯૦૦થી ૨૯,૯૫૦ની સપાટીએ ખૂલ્યો હતો. જ્વેલરી બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે સોનાની જ્વેલરી પર એક ટકા ટેક્સ હતો, પરંતુ જીએસટી ત્રણ ટકા લાદ્યો છે.  આમ, સોનાની જ્વેલરી પર બે ટકા વધુ ટેક્સનું ભારણ આવ્યું છે, જેના કારણે આજથી સોનાની જ્વેલરીની ખરીદી મોંઘી થઇ છે.

સપ્તાહમાં સોનાના ભાવમાં રૂ. ૭૦૦નો ઉછાળો
સપ્તાહ દરમિયાન સોનાના ભાવમાં ૭૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાયો છે. જીએસટી પૂર્વે સોના પર એક ટકાનું ભારણ હતું, જે હવે વધીને ત્રણ ટકા થતાં સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો છે. આમ, સોનું ૩૦ હજારની સપાટીની નજીક પહોંચી ગયેલું જોવા મળ્યું છે. દરમિયાન ચાંદીએ પણ આજે શરૂઆતે પ્રતિકિલોએ રૂ. ૩૯,૦૦૦ની સપાટી ક્રોસ કરી દીધી હતી. રૂ. ૩૯,૪૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો.

http://sambhaavnews.com/

You might also like