જીએસટી આવે તે પૂર્વે FMCG કંપનીઓનું ભારે ડિસ્કાઉન્ટ

મુંબઇ: જીએસટીના અમલના કારણે પહેલેથી જ ઉત્પાદન અને પ્રાઇસિંગની વ્યૂહરચનામાં ફેરફાર કરનારી કંપનીઓ હિંદુસ્તાન લીવર, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ અને કોલગેટ પામોલિવે હોલસેલ અને રિટેલ વેપારીઓને પોતાની પ્રોડક્ટ ઉપર તથા કેશ ડિસ્કાઉન્ટ આપવાનું શરૂ કર્યું છે. ૧ જુલાઇથી જીએસટી આવે તેવું હવે લગભગ નિશ્ચિત થઇ ગયું છે.

ટેક્સ અંગે આરંભિક અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાય તો ગ્રાહકો કામચલાઉ ધોરણે ખરીદી બંધ ન કરે તે માટે કંપનીઓ સક્રિય થઇ ગઇ છે, જોકે જીએસટીમાં કેટલીક બાબતો અંગે હજુ પણ સ્પષ્ટીકરણની ખૂબ જરૂર છે, જેમાં કટ ઓવર તારીખ, નાણાકીય વળતર, જીએસટી રિટર્ન ફોર્મેટ વગેરે જેવી બાબતોનો સમાવેશ થાય છે. એફએમસીજી કંપનીઓને સૌથી વધુ અસંગઠિત સેક્ટરની કંપનીઓ સાથે હરીફાઇનો સામનો કરવો પડી રહ્યો હતો, પરંતુ સમગ્ર દેશમાં હવે એકસમાન જીએસટી આવવાના કારણે હવે આ હરીફાઇ ઘટશે.
http://sambhaavnews.com/

You might also like