GST લાગુ થયા બાદ આર્થિક વિકાસને ગતિ મળશે

મુંબઇ: જીએસટી લાગુ થયા બાદ મધ્યમ સમયગાળામાં દેશના આર્થિક વિકાસને ગતિ મળશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના જણાવ્યા પ્રમાણે ભારતમાં આર્થિક સુધારાના મોરચે ગતિ જોવા મળી રહી છે. તેના કારણે રોકાણમાં નોંધપાત્ર સુધારો થયો છે. આઇએમએફએ એશિયા-પ્રશાંત દેશોના ક્ષેત્રીય આર્થિક સ્થિતિના રિપોર્ટમાં વધુમાં કહ્યું છે કે ભારતમાં જીએસટીની અમલવારી થયા બાદ ટૂંકાથી મધ્યમ સમયગાળામાં દેશના આર્થિક વૃદ્ધિદરમાં વધારો થશે.

આઇએમએફએ રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે જીએસટીના કારણે દેશમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વધશે તથા વેપાર રોકાણમાં ઉલ્લેખનીય સુધારો થશે. સ્થાનિક મોરચે પણ માગમાં સુધારો થશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ભારત અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં કામકાજ કરતા લોકોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ સંજોગોમાં જીએસટી લાગુ થયા બાદ વૃદ્ધિને જાળવી રાખવામાં મદદ મળશે.

આઇએમએફએ કહ્યું છે કે ભારતનો જીડીપી વૃદ્ધિદર ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮માં ૭.૬ ટકા રહેવાનું અનુમાન છે. સારું ચોમાસું અને કર્મચારીઓના વેતનમાં વૃદ્ધિ થવાના કારણે દેશના આર્થિક વિકાસમાં પણ
વૃદ્ધિ જોવાશે.

You might also like