નોટબંધી અને GSTની અર્થતંત્ર પણ ઘણી સારી અસર: જેટલી

નાણામંત્રાલય અરૂણ જેટલીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન, નોટબંધી અને જીએસટીને લાગુ કરવાંથી અર્થતંત્ર પર તેનો ઘણો જ સારો પ્રભાવ પડ્યો છે. આની દેશની અંદર કરવેરાનું પાલન અને રોકડ ઘટાડવામાં ઘણો પ્રભાવ પડ્યો છે. જેટલીએ આ નિવેદન અમેરિકાની એક સપ્તાહની યાત્રા પર જતા પહેલા આપ્યું છે.

અમેરિકા યાત્રાથી પહેલાં બર્કલે ઇન્ડીયા કોન્ફરન્સને સંબોધિત કરતા અરૂણ જેટલીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારનાં આ નિર્ણયોને દેશની જનતાએ પણ સમર્થન આપ્યું છે. અને કેન્દ્ર સરકારનાં આ નિર્ણયોથી દેશને પણ ઘણો ફાયદો થશે.

એક વાર ફરીથી અર્થતંત્રમાં જોવા મળ્યો વિકાસઃ
જેટલીએ જણાવ્યું કે એમને આશા છે કે અર્થતંત્રમાં એક વાર ફરીથી વિકાસ જોવા મળી રહ્યો છે. કેમ કે આપણે એ ન ભૂલવું જોઇએ કે માત્ર આપણી જ જનસંખ્યા જ વધારે નથી પરંતુ સૌથી વધારે આબાદી તો યુવા લોકોની છે.

અરૂણ જેટલી અમેરિકાનાં કોર્પોરેટ લીડર્સ સાથે ન્યૂયોર્ક અને બોસ્ટનમાં મુલાકાત કરશે. એ બાદ આઇએમએફ અને વર્લ્ડ બેંકની વોશિંગ્ટનમાં યોજાનાર બેઠકમાં પણ તેઓ ભાગ લેશે. જેટલીએ જણાવ્યું કે યુવા આબાદીની સાથે એવી ધારણા પણ લગાવાઇ રહી છે કે એમની જરૂરિયાતોને પૂર્ણ નથી કરવામાં આવી રહી.

જેટલીએ કહ્યું કે આનું કારણ એ પણ હોઇ શકે છે કે તેઓ હવે વધુમાં વધુ મહત્વાકાંક્ષી થઇ રહ્યાં છે. આથી અમારી પાસે હવે વધુ સમય નથી. વધુમાં તેઓએ જણાવ્યું કે જો આગલાં એક-બે દશકમાં ભારતને ઉચ્ચ આર્થિક સમૂહવાળા દેશોમાં જો સમાવેશ કરવો હોય તો આપણે ખૂબ જ ઝડપી ગતિથી આગળ વધવું પડશે.

You might also like