જેટલી સાથે મંથન બાદ તમામ રાજ્યો 1 જુલાઇથી GST લાગુ કરવા તૈયાર

નવી દિલ્હી :  દેશનાં ઇતિહાસનાં સૌથી મોટા ટેક્સ રિફોર્મ લેખાવાઇ રહેલ જીએસટીને 1 જુલાઇથી લાગુ કરવાની તૈયારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો જોરશોરથી લાગી ગઇ છે. રાજધાની દિલ્હીમાં આવેલ વિાન ભવનમાં જીએસટી કાઉન્સિલની 15મી બેઠક યોજાઇ હતી. જેમાં જીએસટી સાથે જોડાયેલા તમામ નિયમોને લાગુ કરવા માટેનાં રસ્તાઓ સાફ થઇ ગયા છે.

તમામ રાજ્યોએ 1 જુલાઇથી વસ્તુ અને સેવા કર (જીએસટી)ને લાગુ કરવા અંગે સંમતી વ્યક્ત કરી છે. અહી ચાલી રહેલ જીએસટી પરિષદની 15મી બેઠકમાં બાકી બચેલા 6 સામાનોનાં કરની દરોને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે, જેમાં સોનાનો પણ સમાવેશ થાય છે. કેરળનાં નાણામંત્રી થોમસ ઇસાકે જીએસટી પરિષદની બેઠકમાં વચ્ચે વિરામ દરમિયાન શનિવારે બપોરે કહ્યું કે તમામ રાજ્ય 1 જુલાઇથી જીએસટીને લાગુ કરવા અંગે સંમતી થઇ ચુક્યા છે.

જેટલીએ તેમ પણ કહ્યું કે પરિષદમાં 6 સામાનો પર કરનાં દરોને નક્કી કરવા માટે ચર્ચા થઇ રહી છે, જેમાં સોનું, વસ્ત્ર, ચપ્પલ જુતા બિસ્કીડ અને બીડીનો સમાવેશ થાય છે. જ્યારે 1211 સામાનો પર કરનાં દરોને ગત્ત પરિષદની શ્રીનગરમાં થયેલ બેઠકમાં નક્કી કરવામાં આવ્યો છે. આ અઠવાડીયે શરૂઆતમાં પશ્ચિમ બંગાળનાં નાણા મંત્રી અમિત મિત્રાએ 1 જુલાઇથી જીએસટીને લાગુ કરવા અંગે ગંભીર આશંકા વ્યક્ત કરી છે.

નાણામંત્રી અરૂણ જેટલી જીએસટી પરિષદનાં પ્રમુખ છે, તેમણે ગુરૂવારે ઉદ્યોગ જગત સાથે જીએસટીના માટે તૈયાર રહેવા માટે કહ્યું અને કહ્યું કે તેને લાગુ કરવાની તારીખમાં ફેરફાર નહી હોય.બેઠકમાં સોના – ચાંદી, મોતી, કિંમતી પથ્થર, સિક્કાઓ અને કૃત્રીમ દાગીના ઉપરાંત બિસ્કિટ, કપડા, ફૂટવેર, બીડી, તેંદૂ પાના પર લાગનારો ટેક્સ પણ નક્કી કરવામાં આવનાર હતો.

You might also like