GSTની બેઠકમાં સીજીએસટી અંગે સંમતિઃ કરદાતાઓના અધિકાર ક્ષેત્ર સંદર્ભે ચર્ચા

નવી દિલ્હી: ગઇ કાલથી બેદિવસીય જીએસટી કાઉન્સિલની બેઠક શરૂ થઇ હતી, જેમાં સેન્ટ્રલ જીએસટીના કાયદા અંગે મોટા ભાગે કાઉન્સિલના સભ્યો વચ્ચે સંમતિ બની ગઇ છે. આજે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરદાતાઓના અધિકાર ક્ષેત્રના સંદર્ભે ચર્ચા થશે. કાઉન્સિલની સાતમી બેઠક મળી રહી છે.

કાઉન્સિલ આજે જીએસટીની નવી કર વ્યવસ્થામાં કરદાતાઓ પર કેન્દ્ર અને રાજ્ય બંનેના અંકુશથી બચવા માટે અધિકારના જટિલ મુદ્દે ચર્ચા કરશે. આ અગાઉ બે વખત કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઇ હતી, જોકે કેટલાંક રાજ્ય કેન્દ્રની દરખાસ્તનો વિરોધ કરી રહ્યાં છે, જેના કારણે સર્વસંમતિ બની શકી નથી.

આજે આઇજીએસટી-આંતરરાજ્ય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદા સંબંધે પણ ચર્ચા થશે. આ અંગે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે અલગ અલગ મત છે. કઇ શ્રેણીના કરદાતાઓ પર કર લાદવાનો અધિકાર કોનો રહેશે તે અંગે ચર્ચા થશે એટલું જ નહીં, જીએસટી લાદ્યા બાદ રાજ્યને નુકસાનીના વળતર પેટે મળનારી રકમ અંગે પણ ચર્ચા થશે.
http://sambhaavnews.com/

You might also like