GST માં મળી રાહત, રિયલ એસ્ટેટ માટે ન લેવાયો નિર્ણય

જીએસટી કાઉન્સિલે નાના ઉદ્યોગકારોને મોટી રાહત આપતા હેન્ડી ક્રાફ્ટસમાં 29 આઇટમમાં ટેક્સને સંપૂર્ણ રીતે મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. તેમજ તે સિવાય અંદાજે 49 વસ્તુઓ પર ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

આમ કુલ 78 વસ્તુઓ ટેક્સમાં રાહત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલની આજરોજ 25મી બેઠક બાદ ઉત્તરાખંડના નાણા મંત્રી પ્રકાશ પંતે વાતચીતમાં આ જાણકારી આપી હતી.

બજેટ પહેલા યોજાયેલ જીએસટીની બેઠકમાં આમ જનતા માટે રાહતના સમાચાર મળ્યા છે. આજની જીએસટીની બેઠકમાં 29 વસ્તુઓ પર જીએસટી ઘટાડીને શૂન્ય ટકા કરી દેવામાં આવ્યો છે. જે ઉત્પાદન પર જીએસટી ઘટાડવામાં આવ્યો છે તેમાં સૌથી વધારે હેન્ડીક્રાફટ ઉત્પાદનનો સમાવેશ થાય છે.

જો કે હાલમાં જીએસટી રીટર્ન ભરવાને લઇને ફોર્મનું સરળીકરણ કરવાને લઇને કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ અંગે 10 દિવસ બાદ વીડિયો કોન્ફરન્સ દ્વારા ફરી બેઠક કરવામાં આવશે.

You might also like