આજે GSTનો પહેલો જન્મ દિવસ, સરકારની કમાઈમાં આવ્યો રૂ. 12 લાખનો ઉછાળ

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે GST કાયદાને એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રવિવારે પૂરા દેશમાં ‘GST ડે’ ઊજવવાની જાહેરાત કરી છે. તો બીજી બાજુ યૂપીના કાનપુર અને ગુજરાતના સુરત સહિત દેશના હિસ્સામાંવેપારીઓએ વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરી છે. શનિવારે પણ વેપારીઓને વિરોધ જોવા મળ્યો હતો.

વાસ્તવમાં સત્તામાં આવવાની સાથે હંમેશા ચર્ચામાં રહેનાર મોદી સરકાર 1 જુલાઇ 2017એ પૂરા દેશમાં જીએસટી લાગૂ કરીને ચર્ચાનું કેન્દ્ર બની ગઇ છે. એક વર્ષમાં દરેક કરદાતાઓનો ઉત્સાહ અને ભાગીદારીનું પૂરી દુનિયામાં એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નાણા મંત્રાલયે જણાવ્યું કે 1 જુલાઇ 2018એ ‘GST ડે’ ઊજવશે. સંસદના કેન્દ્રીય રૂમમાં 30 જૂન અને 1 જુલાઇ 2017ની મધ્યરાત્રિએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની ઉપસ્થિતિમાં GSTને દેશમાં લાગૂ કરી દીધા હતા.

દિલ્હીના જનપથ સ્થિત ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરમાં સવારે જીએસચીની સફળતનો જશ્ન ઊજવવામાં આવશે. નાણા મંત્રાલય અનુસાર કેન્દ્રીય રેલ, કોલસા, નાણા અને કોર્પોરેટ કાર્યમંત્રી પીયૂષ ગોયલ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન રહેશે. કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી આ દરમિયાન વીડિયો કોન્ફ્રેસિંગ દ્વારા લોકોને સંબોધિત કરશે.

જીએસટીમાં આશરે એક ડઝન ટેક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સ્તર પર લાગતો ઉત્પાદ શુ્લ્ક, રાજ્યોમાં લાગતો વેટ અને કેટાલક સ્થાનિક ફીને જીએસટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ દેશમાં ‘એક રાષ્ટ્ર, એક કર’ની આ પ્રણાલી લાગૂ થઇ ગઇ છે.

આ વચ્ચે વેપારીઓએ દેશમાં અલગ અલગ જગ્યાએ વિરોધ વ્યક્ત કરતા નજરે જોવા મળ્યા છે. કાનપુરમાં વેપારીઓએ અનોખી રીતે જીએસટીનો વિરોધ કર્યો છે. વેપારીઓની ફરિયાદ છે કે આજે પણ વેપારીઓ ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે. કહેવામાં આવ્યું કે દરેક સામાનો પર જીએસટી લગાવવામાં આવે પરંતુ પેટ્રોલ એનાથી બહાર છે. એક વર્ષ પૂર્ણ થવા પર સરકારે પોતાનું વચવન પૂરું કરવું જોઇએ.

You might also like