Categories: India

GST વગર સંસદનું શિયાળુ સત્ર પૂર્ણ

નવીદિલ્હી : સંસદનું શિયાળુસત્ર આજે નિરાશાજનકરીતે પરિપૂર્ણ થયું હતું. ફરી એકવાર ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) બંધારણીય સુધારા બિલને પસાર કરવામાં સફળતા મળી ન હતી. આ ઉપરાંત બંકરબ્સી બિલ પણ પસાર થઇ શક્યું ન હતું. રાજ્યસભામાં છેલ્લા કલાકોમાં જુએનાઇલ જસ્ટિસ બિલ ગઇકાલે પસાર કરી દેવામાં આવ્યું હતું જેમાં ગંભીર પ્રકારના ગુનાઓના કેસમાં કિશોરની અવધિને ઘટાડીને ૧૮થી ૧૬ કરાઈ હતી.

આનો મતલબ એ થયો કે ગંભીર પ્રકારના કેસોમાં જુએનાઇલને ૧૬ વર્ષની વયમાં પણ પુખ્તવયના અપરાધી તરીકે ગણીને તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જીએસટી બિલ ફરી એકવાર પસાર થઇ શક્યું નથી. કોંગ્રેસ જેવા વિરોધ પક્ષોએ બિલમાં રહેલી જોગવાઈઓને લઇને વાંધો ઉઠાવ્યો હતો. નાણામંત્રી અરુણ જેટલીએ પોતે બેંકરબ્સી બિલને સંયુક્ત સંસદીય કમિટિને સોંપી દીધો છે. સરકાર બંકરસ્બી બિલને મની બિલ તરીકે પણ ગણે છે. રાજ્યસભા અને લોકસભામાં ભારે ધાંધલ ધમાલની સ્થિતિ રહી હતી.

વિવાદનો ઉકેલ આવી શક્યો નથી. કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ વચ્ચે સામ સામે આક્ષેપબાજી, જેટલી સામે ભ્રષ્ટાચાર, કેજરીવાલના સેક્રેટરી પર સીબીઆઈના દરોડા જેવા મુદ્દા ઉપર હોબાળો રહ્યો હતો. અલબત્ત જુએનાઇલ જસ્ટિસ બિલ પસાર થઇ જતાં લોકોને રાહત થઇ ગઇ છે. સરકાર દ્વારા કેટલાક પાસાઓમાં વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત કોંગ્રેસ સાથે સહકારના મુદ્દે વાતચીત થઇ હતી.

રાજ્યસભામાં એનડીએ લઘુમતિમાં છે. અહીં ૫૫ કલાક વિરોધ પક્ષોના ધાંધલ ધમાલના કારણે બગડી ગયા હતા. શિયાળુ સત્રમાં ખલેલના પરિણામ સ્વરુપે ૯.૯ કરોડ રૂપિયા બગડી ગયા છે. સેશન દરમિયાન ૧૧૨ કલાક કામ થનાર હતું પરંતુ વિપક્ષોના ધાંધલ ધમાલના કારણે ૫૫ કલાક બગડી ગયા છે. તેમના સમાપન સંબોધનમાં ચેરમેન હમીદ અન્સારીએ કહ્યં હતું કે સત્રમાં ઘણું કામ ખોરવાઈ ગયું છે. સંસદીય બાબતોના મંત્રી એમ વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે, કોંગ્રેસે બિનજરૂરી મુદ્દા ઉઠાવ્યા હતા.

લોકસભામાં જ્યાં ભાજપ બહુમતિમાં છે ત્યા ૧૧૫ કલાક કામ થયું હતું. નિર્ધારિત ૧૧૪ કલાકના બદલે એક કલાક વધુ કામ થયું હતું. રાજ્યસભામાં તેમની પાસે સંખ્યા ઓછી રહેલી છે જેથી કામ ઓછું થયું છે. નાયડુએ કહ્યું હતું કે, લોકસભા ઘણા બિલને પસાર કરી શકી છે. દરેક ગૃહને ચલાવવાનો ખર્ચ પ્રતિમિનિટ ૨૯ હજાર રૂપિયા હોય છે અને રાજ્યસભામાં કલાકોના નુકસાનથી તિજોરીને ૧૦ કરોડનું નુકસાન થાય છે.

લોકસભામાં ૧૪ બિલ પસાર કરવામાં આવ્યા છે જ્યારે રાજ્યસભામાં નવ બિલ પસાર કરાયા છે જેના લીધે ૪૬ ટકા પ્રોડક્ટિવીટી જોવા મળી છે. ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ બિલ પસાર કરી શકાયું નથી. ઉપલા ગૃહમાં બિલ બિનવૈધાનિક કામ ઉપર ૩૭ કલાક બગડ્યા છે જ્યારે વૈધાનિક કામ ઉપર ૧૦ કલાક ઓછુ કામ થયું છે.

Navin Sharma

Recent Posts

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

12 hours ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

13 hours ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

13 hours ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

13 hours ago

એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ…

14 hours ago

હવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય

(એજન્સી)નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓને ટ્રેન મોડી પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેનું કારણ એ…

14 hours ago