GST કલેક્શન પહોંચ્યું બીજી વાર 1 લાખ કરોડને પાર

ન્યૂ દિલ્હીઃ સપ્ટેમ્બર મહીનામાં વસ્તુ અને સેવા કર (જીએસટી)થી સરકારને એક લાખ કરોડ રૂપિયાથી વધારે કમાણી થઇ છે. નાણાંમંત્રી અરૂણ જેટલીએ ટ્વિટ કરીને ખુદ આનાં વિશે જાણકારી આપતા કહ્યું કે, કલેક્શન સરકારની આશાઓ અનુસાર છે.

ત્યાં જ સપ્ટેમ્બરમાં કમાણી 94,442 કરોડ રૂપિયા રહી. એપ્રિલ બાદ જીએસટીનું આ કલેક્શન એક વાર ફરીથી એક લાખ કરોડ રૂપિયાને પાર ચાલી ગઇ છે. ત્યાં બીજી બાજુ મેંથી લઇને ઓગસ્ટ સુધી જીએસટી કલેક્સન 90 હજાર કરોડને પાર જ રહ્યું.

જેટલીએ કહ્યું કે, આ કલેક્શનની પાછળ ખૂબ મોટું કારણ છે. તેઓએ પોતાનાં ટ્વિટમાં કહ્યું કે, ટેક્સ દરોમાં ઉણપ, ટેક્સ ચોરી પર લગામ લગાવવામાં સફળતા મળી છે. ઓગસ્ટમાં જીએસટી કલેક્શન 93,690 કરોડ રૂપિયા રહ્યું હતું.

સરકારને મળ્યાં બે સારા સમાચારોઃ
આ સપ્તાહે સરકારને અર્થવ્યવસ્થાનાં મોરચા પર બે સારા એવા સમાચાર મળ્યાં છે. પહેલા ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં લાંબી છલાંગ અને જ્યારે જીએસટી કલેક્શનનું વધવું. વિશ્વ બેંક દ્વારા બુધવારનાં રોજ રજૂ કરેલ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેંકિંગમાં ભારતની રેંકિંગમાં છેલ્લાં બે વર્ષ 50થી વધારે સ્થાનોનો સુધાર થયો છે. આ સાથે જ તે વિશ્વ બેંકનાં ટોચનાં સુધારકો તરીકે ઉભરી આવ્યાં છે.

વર્લ્ડ બેંકનાં અધિકારીઓએ કહ્યું કે, નરેન્દ્ર મોદી સરકારનાં 2014માં સત્તામાં આવ્યા સમયે ભારતની રેંકિંગ 142 હતી. પીએમએ આવનારા વર્ષોમાં ભારતને ટોચનાં 50 દેશોની ખાસ સૂચિમાં શામેલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

You might also like