કેન્દ્ર સરકારે જીએસટીના નિયમો સાર્વજનિક કર્યા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે જીએસટી અંતર્ગત કારોબારીઓને લાગુ થતા નિયમોને સાર્વજનિક કર્યા છે. આ નિયમો સીબીઇસીની વેબસાઇટ એટલે કે WWW.CBEC.GOV.IN પર જઇને જોઇ શકાશે. એટલું જ નહીં આગામી ૧૦ એપ્રિલ સુધી ઇ-મેઇલ થકી આ નિયમોમાં ફેરફાર કરવા સંબંધી સૂચનો કરી શકાશે. આગામી ૧૮-૧૯ એપ્રિલે શ્રીનગર ખાતે જીએસટી કાઉન્સિલની બેઠક મળી રહી છે. જેમાં આ નિયમોને અંતિમ રૂપ આપવામાં આવશે. એટલું જ નહીં કઇ ચીજવસ્તુઓ ઉપર કેટલો ટેક્સ લેવામાં આવશે તે અંગેના નિર્ણયને પણ અંતિમ રૂપ આપવામાં આવશે.

રજિસ્ટ્રેશન, રિફંડ, રિટર્ન, ઇન્વોઇસ, ઇનપુટ ટેક્સ ક્રેડિટ સહિત આઠ નિયમો સામેલ કરવામાં આવ્યા છે, જે સીબીઇસીની વેબસાઇટ ઉપર મુકાયા છે. નવા જીએસટીના નિયમો અંતર્ગત સરકારને એ વાતની સ્પષ્ટતા કરવી પડશે કે રૂ. ૫૦ લાખ સુધીનું ટર્નઓવર કરનાર ઉત્પાદક કે ટ્રેડર્સ ટેક્સના નિયમોમાં રાહત મેળવી શકશે.
http://sambhaavnews.com/

You might also like