જીએસટીમાં કારોબારીઓને કાયદાનો પેચ સમજાવવા બાર સંસ્થાઓ કોર્સ શરૂ કરશે

મુંબઇ: જીએસટી લાગુ કરતા સમયે વેપારીઓને મુશ્કેલી હળવી થાય તથા કાયદા સંંબંધે જાગૃતિ આવે તે માટે કેન્દ્ર સરકાર ભાર મૂકી રહી છે. સરકારે કારોબારીઓ અને ઉદ્યોગજગતને જીએસટીનો નવો કાયદો સમજાવવા માટે બાર અગ્રણી સંસ્થાઓ સાથે સમજૂતી કરી છે.

નેશનલ એકેડેમી ઓફ કસ્ટમ્સ એક્સાઇઝ એન્ડ નાર્કોટિક્સ સંસ્થાએ જીએસટી અંગે જાગૃતિ આવે તે માટે એમિટી યુનિવર્સિટી, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એમએસએમઇ, એનઆઇઆઇટી, ઓપી જિંદલ ગ્લોબલ યુનિવર્સિટી સહિત બાર અગ્રણી સંસ્થાઓ સાથે સમજૂતી કરી છે. આ અંગે એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે સંસ્થાઓની પસંદગી ગુણવત્તાને ધ્યાનમાં રાખીને કરી છે. ત્રણ દિવસના સત્રની ફી રૂ. ૭,૫૦૦ નિર્ધારિત કરવામાં આવી છે.

સરકારના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે જીએસટી સંબંધે ભ્રામક માહિતીઓ સામે જાગૃતિ આવે તે માટે સરકાર કમર કસી રહી છે. નોંધનીય છે કે રાજ્યભરમાં ચાર લાખથી વધુ રજિસ્ટર્ડ વેટ કારોબારીઓ છે એટલું જ નહીં દેશભરમાં ત્રણ કરોડથી વધુ રજિસ્ટર્ડ વેટના વેપારીઓ છે તેમની મુશ્કેલી હળવી કરવા સરકારે કવાયત હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like