GST બિલ પાસ થશે તો યુપી બિહારને થશે ફાયદોઃ PM

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ રાજ્યસભામાં સાંસદોના વિદાયસમારોહ પહેલાં GST બીલ મુદ્દે નિવેદન આપ્યું હતું કે જો તે બિલ પાસ થઇ ગયું હોત તો પ્રતિનિધિત્વ વાળા રાજ્યોની પ્રજાને તેમની પર ગર્વ થયો હોત. તેમણે કહ્યું કે સંસદમાં સરકારના વિચારોને વિત્રણ મળ્યું છે. સાંસદોના અનુભવથી સરકારને ફાયદો થયો છે. સાંસદોએ દેશના વિકાસમાં તેમના વિચારો દ્વારા ઘણો જ ફાયદો કરી આપ્યો છે. તેથી જ સંસદમાંથી વિદાય લીધા પછી પણ તેમની જવાબદારીઓ ઓછી નહીં થાય. સંસદમાંથી વિદાય લીધા પછી પણ સંસદના અધિકારીઓનું તે કર્તવ્ય છે કે તેઓ દેશના વિકાસ માટે કામ કરે.

GST બિલ પાસ થવામાં મોડુ થયુઃ પીએમ મોદીએ જણાવ્યું છે સાંસદ કોઇને કોઇ રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાજ્યોના હિતમાં જો જીએસટી જેવા બિલ પાસ કરવામાં સરકારની મદદ તેમણે કરી હોત તો પ્રજા તેમની પર ગર્વ કરતા.જીએસટી બિલથી બિહાર અને યૂપી જેવા રાજ્યોને ખૂબ જ ફાયદો થશે. એક બે રાજ્યોને બાદ કરતા તમામ રાજ્યોને તેનો ભરપૂર ફાયદો ખશે. જીએસટી બિલમાં મોડુ થઇ રહ્યું છે. છતાં સરકાર પોતાની રીતે જનતાના હિતમાં કાર્ય કરી રહી છે.

આજે 53 સાંસદો રાજ્યસભામાંથી રિટાયર્ડ થઇ રહ્યાં છે. તેમની જગ્યાએ નવા સાંસદો માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવશે.

You might also like