લોકસભામાં GST બિલ રજૂ, જેટલીએ પક્ષોનો માન્યો આભાર

નવી દિલ્હી: નાણામંત્રી અરૂણ જેટલીએ સોમવારે લોકસભામાં જીએસટી બંધારણીય સુધારા બિલ ચર્ચા માટે રજૂ કરવામાં આવ્યું. આ બિલ પર વડાપ્રધાન મોદી સાંજે 6 વાગે સદનમાં બોલશે. અરૂણ જેટલીએ જણાવ્યું કે 2011માં લાવવામાં આવેલા જીએસટી બિલમાં રાજ્યોના નુકસાનની ભરપાઇની જોગવાઇ ન હતી.

જીએસટીને લગભગ બધા રાજકીય પક્ષોએ પોતાનું સમર્થન કર્યું છે. 1991 બાદ સૌથી મોટા આર્થિક સુધારાઓની શરૂઆત કરનાર જીએસટી બિલને નીચલા સદનમાં સરળતા પાસ થાય એવી સંભાવના છે.

– જીએસટીને લગભગ બધા રાજકીય પક્ષોએ પોતાનું સમર્થન કર્યું છે. 1991 બાદ સૌથી મોટા આર્થિક સુધારાઓની શરૂઆત કરનાર જીએસટી બિલને નીચલા સદનમાં સરળતા પાસ થાય એવી સંભાવના છે.

– નાણામંત્રીએ રાજ્યસભામાં જીએસટી બિલને પાસ કરાવવા માટે બધા પક્ષોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વન નેશન વન ટેક્સ સિસ્ટમની વકાલત પણ કરી.

– અરૂણ જેટલીએ કહ્યું કે જીએસટીથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને લાભ થશે.

– લોકસભામાં જીએસટી બિલ પર નાણામંત્રી અરૂણ જેટલી સરકારના વલણને સ્પષ્ટ કરી રહ્યાં છે.

– ગૌરક્ષાના મુદ્દે કોંગ્રેસે લોકસભામાંથી વોકઆઉટ કર્યું. કહ્યું- સ્પીકરે યોગ્ય રીતે મુદ્દો ઉઠાવવાની પરવાનગી ન આપી.

– કાશ્મીર હિંસા પર આજે રાજ્યસભામાં વિપક્ષે પીએમ મોદી પર નિશાન સાધ્યું. તો બીજી તરફ પીએમ મોદીએ આ મુદ્દે મહત્વપૂર્ણ બેઠક કરી. તેમણે રાજનાથ સિંહ અને અજિત ડોભાલ સાથે બેઠક કરી.

– લોકસભામાંથી મંજૂર થયા બાદ આ બિલ રાષ્ટ્રપતિની સહમતિ માટે જશે અને ત્યારબાદ રાજ્યોને 30 દિવસની અંદર તેને લાગૂ કરવા માટે કહેવામાં આવશે.

– જીએસટી બિલને રાજ્યસભાએ બુધવારે ફેરફાર સાથે મંજૂર કર્યું હતું. એટલા માટે ફરીથી લોકસભામાં સ્વિકૃતિની જરૂરિયાત નથી.

You might also like