જીએસટી પસાર થવાના આશાવાદે સેન્સેક્સ સુધર્યો

અમદાવાદ: આજે વૈશ્વિક શેરબજાર રેડ ઝોનમાં ખૂલ્યાં છે તેમ છતાં સ્થાનિક મોરચે જીએસટી બિલ સંદર્ભે મહત્ત્વની કેટલીક અડચણો દૂર થતાં હવે બિલ પસાર થઇ જશે તેવા સંકેતોએ શેરબજાર ઊંચા ગેપથી ખૂલ્યું છે. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૧૦૪.૯૫ પોઇન્ટના સુધારે ૨૮,૧૨૯.૨૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૨૬ પોઇન્ટના સુધારે ૮,૬૪૧.૮૦ પોઇન્ટના સુધારે ટ્રેડિંગમાં જોવાઇ છે. ખાસ કરી બેન્કિંગ શેરમાં લાલચોળ તેજી જોવા મળી છે. બેન્ક નિફ્ટીમાં ૭૨ પોઇન્ટનો સુધારો નોંધાઇ ૧૯ હજારની ઉપર ૧૯,૦૯૪ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી છે, જોકે આઇટી અને મેટલ સેક્ટર પ્રેશરમાં જોવા મળ્યાં છે.

આઇસીઆઇસીઆઇ બેન્કના શેરમાં ૧.૦૨ ટકા, એક્સિસ બેન્કના શેરમાં ૦.૭૯ ટકા, જ્યારે એસબીઆઇના શેરમાં ૦.૬૧ ટકાનો સુધારો નોંધાયો છે. એ જ પ્રમાણે એશિયન પેઇન્ટ, મારુ‌િત સુઝુકી, કોલ ઇન્ડિયા અને આઇટીસી કંપનીના શેરમાં સકારાત્મક ચાલ જોવાઇ હતી. ટાટા સ્ટીલ, એનટીપીસી, ઇન્ફોસિસ કંપનીના શેરમાં ૦.૫૦ ટકાથી ૧.૩૫ ટકાનો ઘટાડો જોવાયો હતો.

આવતી કાલે આ કંપનીનાં પરિણામ
આવતી કાલે આઇસીઆઈસીઆઈ બેન્ક, કર્ણાટકા બેન્ક લાર્સન એન્ડ ટુબ્રો તથા નેસ્લે ઇન્ડિયા કંપનીનાં પ્રથમ ત્રિમાસિક સમયગાળાનાં પરિણામો આવશે.

માલ પરિવહન કંપનીના શેરમાં વધુ ઉછાળો
ગતિ                                  ૩.૧૦ ટકા
સ્નોમેન લોજિસ્ટિક             ૩.૬૧ ટકા
પટેલ ઈન્ટિગ્રેટેડ                ૨.૮૯ ટકા
વીઆરએલ લોજિસ્ટિક       ૨.૪૦ ટકા
ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન           ૩.૩૬ ટકા

You might also like