જીએસટી બિલ : સોનિયા ગાંધી સાથે નાયડુની વિસ્તૃત વાતચીત

નવીદિલ્હી ; જીએસટી બિલના મુદ્દે મડાગાંઠનો સામનો કરી રહેલી મોદી સરકારે આજે વિવાદનો અંત લાવવાના પ્રયાસો કર્યા હતા. કોંગ્રેસ સાથે ફરીવાર વાતચીત કરવામાં આવી હતી. કેન્દ્રીયમંત્રી વેંકૈયા નાયડુએ કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સાથે વાતચીત કરી હતી અને જીએસટી બિલના પસાર માટે તેમના સમર્થનની માંગ કરી હતી. સાથેસાથે આ સંદર્ભમાં સંસદનું બજેટ સત્ર વહેલી તકે બોલાવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. કોંગ્રેસના નેતાઓ સાથે બીજી વખત જીએસટીના મુદ્દે વાતચીત કરવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭મી નવેમ્બરના દિવસે તેમના સાથે રેસક્રોસ રોડ નિવાસસ્થાને મનમોહનસિંહ અને સોનિયા ગાંધી સાથે વાતચીત કરી હતી. સરકાર અને કોંગ્રેસી નેતાઓ વચ્ચેની બીજા રાઉન્ડની વાતચીત સંકેત આપે છે કે, જીએસટી બિલને પસાર કરવા મુદ્દે સરકાર ગંભીર દેખાઈ રહી છે. સૂત્રોએ કહ્યું છે કે, ઘણા બધા પ્રાદેશિક પક્ષો ટેકો આપવાની વાત કરી ચુક્યા છે. બજેટ સત્રને વહેલી તકે બોલાવવામાં આવે તેમ પણ માનવામાં આવે છે.

તેમના નિવાસસ્થાને ગાંધી સાથે ૨૦ મિનિટ લાંબી બેઠક બાદ નાયડુએ કહ્યું હતું કે, તેઓ સંસદીય બાબતોના પ્રધાન તરીકે સોનિયા ગાંધીને મળ્યા છે અને કોંગ્રેસ પ્રમુખ જીએસટી અને રિયલ એસ્ટેટના સંદર્ભમાં રહેલા બે પેન્ડિંગ બિલ અંગે અંતિમ નિર્ણય લેવા અપીલ કરવામાં આવી હતી. સોનિયા ગાંધી અને મનમોહનસિંહને ચર્ચા માટે આમંત્રણ પણ આપ્યું હતું. સંસદીય બાબતોના મંત્રીએ બેઠકોનો દોર યથાવતરીતે જારી રાખ્યો છે.

નાયડુએ કહ્યું હતું કે, સોનિયા ગાંધીએ પાર્ટીની અંદર આ મુદ્દે વાત કરવાની ખાતરી આપી છે. જીએસટી બિલ પસાર કરવામાં સરકારને સફળતા મળી નથી. આ બિલ લોકસભામાં પાસ થઇ ગયું છે પરંતુ રાજ્યસભામાં અટવાયેલું છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ફરી મળવાની પણ ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. અગાઉ સરકારે એમ કહીને ચોંકાવી દીધા હતા કે, સરકાર કોંગ્રેસની માંગણીને સ્વીકારવા માટે તૈયાર છે.

જો કોંગ્રેસ પાર્ટી ટેકો આપશે તો આગામી સત્ર વહેલી તકે બોલાવવામાં આવશે. તે કોંગ્રેસની માંગણીને સ્વીકારવા માટે પણ સહમત છે. આના કારણે નવી આશા પણ જાગી છે. સૂચિત કરવેરા બિલને સ્વતંત્ર બિલને ભારતના સૌથી મોટા સુધારા બિલ તરીકે જોવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીએ આજે એવા દાવાને રદિયો આપ્યો હતો કે, જીએસટીના મુદ્દા ઉપર કોઇ સર્વસંમતિ થઇ છે. સીમાચિન્હરુપી સુધારા પરક કોઇ સફળતા અંગે કોંગ્રેસ પાર્ટીએ રદિયો આપ્યો હતો. અગાઉ સરકારે કહ્યું હતું કે, જીએસટીને ટેકો આપવાના સંદર્ભમાં વિરોધ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલી માંગણીને સ્વીકારી લેવામાં આવી છે.

દેશના ૧.૨ અબજ લોકો જીએસટીને લઇને આશાવાદી બનેલા છે. સમર્થકોનું કહેવું છે કે, નવા સેલટેક્સથી દક્ષિણ એશિયન દેશના અર્થતંત્રમાં વધારે તેજી આવશે. કોંગ્રેસ પાર્ટીએ કેટલાક મુદ્દાઓને લઇને વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું છ કે, સરકાર બેઠકોને લઇને આશાવાદી બનેલી છે પરંતુ જીએસટીને લઇને ગંભીર નથી. અગાઉ નાયડુએ કહ્યું હતું કે, સરકાર વિરોધ પક્ષની માંગણીને સ્વીકારવા માટે તૈયાર છે.

સંસદનું ખાસ સત્ર બોલાવવા માટે પણ નાયડુએ તૈયારી દર્શાવી હતી. જો કે, હજુ સુધી કોઇ ખાતરી મળી નથી. સિબ્બલે કહ્યું હતું કે, પાર્ટી સરકાર પાસેથી લેખિત દરખાસ્તની રાહ જોશે. કોંગ્રેસ પાર્ટીની જે માંગણીઓ રહેલી છે તેમાં જીએસટી રેટની મર્યાદા ૨૦ ટકાથી ઓછી રાખવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યો વચ્ચે મહેસૂલી વહેંચણી મુદ્દે વિવાદને ઉકેલવા સ્વતંત્ર વ્યવસ્થાની ઇચ્છા રાખે છે.

You might also like