જીએસટી પસાર થવાની આશાએ લોજિસ્ટિક્સ કંપનીના શેરે ગતિ પકડી

અમદાવાદ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ પાછલા કેટલાક સમયથી રાજ્યસભામાં અટવાયેલું પડ્યું છે, પરંતુ સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે જીએસટી બિલને લઇને આગામી સત્રમાં અવરોધ દૂર થઇ શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ લોજિસ્ટિક કંપનીના શેરમાં પાછલા એક મહિનામાં ૨૦ ટકાથી વધુ ઉછાળો નોંધાયો છે. નોંધનીય છે કે જીએસટીથી લોજિસ્ટિક્સ કંપનીઓને સૌથી વધુ ફાયદો થશે.

છેલ્લા એક મહિનામાં ગતિ લોજિસ્ટિક્સ કંપની શેરમાં ૨૦ ટકાનો ઉછાળો નોંધાયો છે, જ્યારે સ્નોમેન લોજિસ્ટિક્સ કંપનીના શેરમાં ૨૧ ટકાનો ઉછાળો જોવાયો છે. વિધાનસભાની ચૂંટણી બાદ જીએસટી બિલ સંબંધી અવરોધ દૂર થવાની સંભાવના બ્રોકરેજ કંપનીઓ દ્વારા વ્યક્ત કરાઇ છે. દરમિયાન ઉદ્યોગજગત પણ જીએસટી બિલ ઝડપથી પસાર થાય તેવી અપેક્ષા રાખી રહ્યું છે, જોકે સંસદમાં ચોમાસુ સત્રમાં બિલ પસાર થાય છે કે નહીં તે અંગે શંકા છે, પરંતુ જીએસટી બિલના સમર્થનમાં વધુ ને વધુ વિરોધ પક્ષ આગળ આવે તે માટે એડીચોટીનું જોર સરકાર લગાવી રહી છે.

એક મહિનામાં ઉછાળો
પટેલ ઈન્ટિગ્રેટેડ       ૧૩.૩ ટકા
ઓલ કાર્ગો                ૮.૭૬ ટકા
ગતિ લોજિસ્ટિક્સ       ૨૦.૧૫ ટકા
સ્નોમેન લોજિસ્ટિક્સ  ૨૧.૯૧ ટકા

You might also like