રાજ્યસભામાં GST સંશોધન બિલ રજૂ

નવી દિલ્હીઃ સામાન્ય નાગરિક અને સરકાર માટે ફાયદાકારક એવું ગુડ્સ એન્ડ સર્વિસેજ ટેક્સ (GST) બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું. નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું છે કે GSTથી ભારતના એક સમાન માર્કેટમાં પરિવર્તન આવશે. જેટલીએ રાજ્યસભામાં સિલેક્ટ કમીટીને બીલ સોપ્યુ હતું. જેટલીએ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદનો પણ આભાર માન્યો હતો.

GST બિલ અંગે જેટલીએ જણાવ્યું છે કે આ દેશનું સોથી મોટુ ટેક્સ રિફોર્મ છે. આ બીલથી ભારતનું બજાર એક સમાન થશે. તેનાથી દરેક સ્ટેટને ફાયદો થશે અને રેવન્યુ વધશે. સામાન્ય લોકોને પણ આ બિલથી ફાયદો થશે. તેનાથી કેટલોક સામાન સસ્તો પણ થશે. તમામ પક્ષોનો અરૂણ જેટલીએ આભાર માનતા જણાવ્યું હતું કે આ બિલ રજૂ કરવા અંગે પક્ષોએ જે સહકાર આપ્યો છે તેમનો  હું આભારી છું. તો આ તરફ તમિલનાડુ સીએમ જયલલિતાની પાર્ટીએ GST બિલના 6 સંશોધન કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે.

કોંગ્રેસ નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું કે GST પર સરકારની મદદ કરશે. આઝાદે કહ્યું કે તેમની પાર્ટી અને નેતાઓને જે સંશોધન સમજાવ્યા હતા. તે બિલમાં શામેલ કરી દેવામાં આવ્યા છે. તેથી તેમની પાર્ટી બિલના સમર્થનમાં છે. તો પૂર્વ નાણામંત્રી પી ચિદંબરમે કોંગ્રેસ તરફથી રાજ્યસભામાં GST બિલ પર પ્રસ્તાવ મૂક્યો હતો. તેઓએ પણ બિલનું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસ આ બીલનું સ્વાગત કરે છે.

હાલ 30થી 35 ટકા ટેક્સ લોકોએ ભરવો પડે છે. પરંતુ GST લાગુ થયા પછી લોકોને તેનાથી અડધો એટલે કે 17થી 18 ટકા ટેક્સ ચૂકવવો પડશે. GST અમલમાં આવવાથી એક્સાઇસ ટેક્સ, સર્વિસ ટેક્સ, વોટ, સેલ્સ ટેક્સ, એન્ટરટેઇનમેન્ટ અને લક્ઝરી ટેક્સ પૂરા થઇ જશે.

 

You might also like