જીએસટી દેશ માટે બ્રહ્માસ્ત્ર સમાન છે

મુંબઇ: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ દેશ માટે બ્રહ્માસ્ત્ર છે. દેશનાં વિવિધ રાજ્યોની અંદરોઅંદર માલસામાનનું સરળતાથી પરિવહન માટે સરળ પ્લેટફોર્મની આજના સમયની જરૂરિયાત છે. એસોચેમના જણાવ્યા પ્રમાણે વર્તમાન સમયમાં દેશમાં ચીજવસ્તુઓની હેરફેર માટે જુદાં જુદાં રાજ્યોમાં જુદી જુદી પ્રક્રિયા છે. દેશની અંદર જ રાજ્યોમાં માલસામાન મોકલવો, વિદેશમાં માલસામાન મોકલવા કરતા મુશ્કેલ છે.

એસોચેમના જણાવ્યા પ્રમાણે સંસદમાં ચોમાસું સત્રમાં જીએસટી બિલ પસાર થઇ જવાની આશા છે. અમે તામિલનાડુ સરકારને જીએસટી બિલ સંદર્ભે સમર્થન આપવાની વિનંતી કરીશું. એસોચેમના અધ્યક્ષ સુનીલ કનોડિયાએ જણાવ્યું કે તામિલનાડુમાં ૯૦ લાખ નવી રોજગારી ઊભી કરનાની ક્ષમતા છે. એ જ પ્રમાણે ૨૨ લાખ કરોડ રૂપિયાનું રોકાણ આકર્ષિત કરી શકે છે.

દરમિયાન મદ્રાસ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષે જણાવ્યું કે તામિલનાડુ વિવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતું રાજ્ય છે. તેની સાથેસાથે વપરાશકર્તા રાજ્ય પણ છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમારો પ્રયાસ રહેશે કે તામિલનાડુ સરકાર જીએસટીનું સમર્થન કરે.

You might also like