જીએસટીમાં કૃષિપેદાશોનો પણ સમાવેશ થશે

નવી દિલ્હી: ભારત ખેતીપ્રધાન દેશ છે. આવનારા દિવસોમાં ટેક્સ માળખામાં ધરખમ ફેરફાર થઇ રહ્યા છે. કૃષિ પેદાશોને કર માળખામાં લાવવા જીએસટી કાયદામાં ખેડૂતની નવી વ્યાખ્યાનો સમાવેશ કરાયો છે. ખેડૂતોએ ટેક્સનું ચુકવણું કરવા રજિસ્ટ્રેશન નહીં કરવું પડે, પરંતુ રજિસ્ટર્ડ ખરીદદારોએ રિવર્સ ચેન્જના આધારે ટેક્સ લેવાનો રહેશે. પંજાબ અને હરિયાણાએ પરચેઝ ટેક્સ સિદ્ધાંતમાં આ પ્રકારની નીતિ અપનાવી છે.

જોકે મોટા ભાગની કૃષિ પેદાશો જીએસટીમાંથી બાકાત રહેશે, જ્યારે કેટલાક રોકડિયા પાકને થ્રેશોલ્ડ રેટ લાગુ પડશે. હાલની વ્યાખ્યા પ્રમાણે ખેડૂત વ્યક્તિ કે હિંદુ અવિભક્ત કુટુંબનો સભ્ય છે, જે પોતે અથવા પોતાના કુટુંબના સભ્યોને કે મજૂરો રાખીને ખેતી કરાવે છે. જીએસટી કાઉન્સિલ દ્વારા મંજૂર કરાયેલ સેન્ટ્રલ અને ઇન્ટિગ્રેટેડ જીએસટીના કાયદાના મુસદ્દામાં નવી વ્યાખ્યાનો સમાવેશ કર્યો છે.

આગામી દિવસોમાં લોકસભાં જીએસટી બિલ મુકાશે. ખેડૂતની વ્યાખ્યામાં ફેરફાર થવાથી સમગ્ર એગ્રિકલ્ચર પ્રવૃત્તિને જીએસટીમાં સમાન ટ્રિટમેન્ટ મળશે. ખેડૂત સિવાય તથા કૃષિ કોમોડિટી સાથે સંકળાયેલ વ્યક્તિ પાસે સરકાર ઇચ્છશે તો જીએસટી વસૂલ કરી શકશે. કૃષિ કોમોડિટીના ખરીદદારોને પણ રિવર્સ ચાર્જ હેઠળ જીએસટી લાગુ પડી શકે છે.
http://sambhaavnews.com/

You might also like