દિવાળી પૂર્વે અમદાવાદ માટે નવી ૨૩૦ અેસટી બસ મુકાશે

અમદાવાદ: દિવાળી વેકેશન દરમિયાન પ્રવાસીઓના ઘસરાને પહોંચી વળવા ગુજરાત એસટી નિગમ દ્વારા રાજ્યના ૧૬ ડિવિઝન માટે નવી ૭૦૦ બસોની ફાળવણી કરવામાં આવશે. આ પૈકી અમદાવાદ ડિવિઝનને ર૩૦ બસો મળશે જે પૈકી ગુર્જરનગરી ર૧૮ સુપર એક્સપ્રેસ અને ર૧ સ્લીપર કોચ નવી બસોની ફાળવણી થતા હવે અમદાવાદથી ઉપડતી જુદા જુદા રુટની નવી બસો પણ દિવાળી પહેલા અમદાવાદ ડિવિઝનની બસોમાં ઉમેરાશે.

એસટી નિગમ દ્વારા જે બસોના કિલોમીટર પુરા થઇ ચુક્યા છે અને જે બસો ભંગારમાં કાઢી નાખવાની છે તેવી બસોની જગ્યાએ નવી બસો મૂકવાની કામગીરી હાથ ધરાઇ છે. રાજ્યના ૧૬ ડિવિઝન માટે ર૦૦ ગુર્જરનગરી ૩૦૦ મિનીબસ અને ર૦૦ સ્લીપર કોચનો ઓર્ડર તંત્ર દ્વારા અપાયો છે તે પૈકી ૧૪૦ ગુર્જરનગરી અને ૧પ સ્લીપર કોચની ડિલિવરી મળી ચુકી છે. જ્યારે ૩૦૦ મિની બસની ડિલિવરી નવેમ્બરના પહેલા સપ્તાહે થશે.

ગુર્જરનગરી બસ ૬૧ સીટની લાલ રંગની બસ હોય છે જે ૧ર મીટર લાંબી હોય છે. જ્યારે ર૦૦ સ્લીપર કોચ પૈકી નિગમને ૧પની ડિલિવરી મળી ચુકી છે. તેથી દશેરા સુધીમાં અમદાવાદ ડેપોને સ્લીપર કોચ મળશે જે બસો હાલમાં આવી ચૂકી છે તે પૈકી અમદાવાદ ડેપોને ર૧૮ સુપર એક્સપ્રેસ ર૧ વોલ્વો બસ અને ર૩૦ ગુર્જરનગરી બસ આપવામાં આવી છે. હાલમાં વોલ્વો બસો સૌથી વધુ અમદાવાદ વડોદરો રુટ પર દોડે છે હવે અમદાવાદ રાજકોટ રુટ પર વોલ્વો દોડશે ઉપરાંત અમદાવાદ સુરત-નાથદ્વારા – જયપુર – દીવ – માંડવી ભૂજ વગેરે માટે સ્લીપર કોચની ડિમાન્ડ હોઇને નવા રૂટ પર વોલ્વો દોડાવાશે.

ખાનગી બસો સામેની હરિફાઇમાં ટકવા તંત્ર વધુ ને વધુ વોલ્વો બસની ખરીદી કરશે. અમરેલી તરફના મુસાફરો આ વિસ્તારમાં વધુ રહેતા હોઇ આજથી ૧૦ જેટલી બસો અમરેલી તરફ જવા આવવા નરોડાથી દરરોજ ઉપડશે.

You might also like