ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર, વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ તારીખ 31મેંનાં રોજ જાહેર કરવામાં આવશે. મહત્વનું છે કે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૦મી મેંનાં રોજ જાહેર કરાયું હતું જ્યારે ધોરણ ૧૦ બોર્ડનું પરિણામ ૨૮મીમેંનાં રોજ જાહેર કરાયું હતું.

ત્યારે હવે સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થવા જઇ રહ્યું છે. પરિણામ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ ઉપર પણ મૂકી દેવામાં આવશે. ધો. 12 સામાન્ય પ્રવાહમાં 4.75 લાખ જેટલાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. મહત્વનું છે કે ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ ઊંચું જાય તેવી સંભાવના છે. અમદાવાદનાં ટોપર્સનું ટાગોર હોલ પાલડી ખાતે મેયર સન્માન પણ કરશે.

વહેલી સવારથી gseb.org પર પરિણામ જોઈ શકાશે. અત્રે નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષાનું પરિણામ ૨૮મી મેંનાં દિવસે જાહેર કરવામાં આવ્યું હતું. જેનું પરિણામ ૬૭.૫૦ ટકા રહ્યું છે.

આ પરિણામમાં સુરત જિલ્લાએ સૌથી વધારે ટકાવારી સાથે બાજી મારી લીધી હતી. મહત્વનું છે કે જૂનાગઢનાં ખોરાસા કેન્દ્રનું પરિણામ ૯૬.૯૩ ટકા રહ્યું હતું. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનાં પરિણામની જો વાત કરીએ તો ૧૦મી મેંનાં દિવસે તેને જાહેર કરવામાં આવ્યું હતું.

ગુજરાતનાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ધોરણ-૧૨નાં વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યાં બાદ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ત્યારે હવે મહત્વની બાબત તો એ છે કે ધો.12નાં સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ તારીખ 31મેંનાં રોજ જાહેર કરવામાં આવશે.

You might also like