ભારતીય યુવકોને ISISમાં ભરતી કરાવનાર ગ્રુપની થઇ ઓળખ, મહિલાઓ પણ સામેલ

નવી દિલ્હી: દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસઆઇએસ)ની ભારતમાં નાપાક કાવતરાનો વધુ એક સનસનીખેજ ખુલાસો થયો છે. આઇએસઆઇએસ હવે વિદેશી ધરતી પરથી ભારતમાં જાળ પાથરવાનું પ્રયત્ન કરી રહ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભારતીય યુવકોને આઇએસઆઇએસમાં ભરતી કરાવનાર ગ્રુપની ઓળખ કરવામાં આવી છે.

ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના હવાલએથી મળતા સમાચાર મુજબ ભારતીય યુવકોને આઇએસઆઇએસમાં ભરતી કરાવનાર 25 લોકોની ઓળખ કરવામાં આવી છે. ભરતી કરાવનાર 25 લોકોનું આ ગ્રુપ સોશિયલ સાઇટ્સ પર ખાસ સક્રિય છે. આ ગ્રુપ વોટ્સ અપ, ફેસબુક વગેરે સોશિય સાઇટો પર સક્રિય છે અને તેના માધ્યમથી યુવાનોની ભરતી કરે છે. આ ગ્રુપ મુખ્યત્વે ભારત, શ્રીલંકના યુવકોને જોડે છે. તેમાં ફિલીપિંસ, આર્જેટિના અને શ્રીલંકાની મહિલાઓ પણ સામેલ છે. ફિલીપિંસની મહિલા આતંકવાદીનું નામ કેરન અને શ્રીલંકા મહિલા આતંકવાદીનું નામ અજે બતાવવામાં આવી રહ્યું છે.

ભારતમાં આઇએસઆઇએસની ગતિવિધિઓને ફેલાવવા માટે 25 વિદેશી પુરૂષ અને મહિલા હેન્ડલર અલગ અલગ દેશોમાં બેસીને યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. આ હેન્ડલર ભારતીય યુવાનોને જેહાદી બનાવવા માટે ઉશ્કેરી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ખૂંખાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસઆઇએસ) માટે ભારતમાંથી આતંકવાદીઓની ભરતી કરાવનાર મોહંમદ શફી અરમારનું થોડા દિવસો પહેલાં ડ્રોન હુમલામાં મોત નિપજ્યું હોવાના સમાચાર આવ્યા હતા. તે સીરિયામાં થયેલા અમેરિકન ડ્રોન હુમલામાં શિકાર થયો હતો. શફી (26) કર્ણાટકના ભટકલનો રહેવાસી હતો. ભારતમાં આતંકવાદીઓની ભરતી કરતો હતો. શફી ગત એક વર્ષથી ફેસબુક ગ્રુપ અને વોટ્સ અપ જેવી મેસેજિંગ એપ્સના માધ્યમથી ઓછામાં ઓછા 600 700 યુવકોના સંપર્કમાં હતો અને તેને ઘણા લોકોને આએસઆઇએસમાં સામેલ પણ કર્યા હતા હતા. સૂત્રોનો દાવો છે કે શફી આઇએસઆઇએસ ગેંગ અબુ બક્ર અલ બગદાદીના સીધા સંપર્કમાં હતો.

You might also like