ભૂજમાં રેતી ચોરી મામલે જૂથ અથડામણ: એકનું મોત

અમદાવાદ: ભૂજના હબાય ગામે આહીર સમાજનાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર જૂથ અથડામણ થઇ હતી. જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે નવ લોકો ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ કચ્છમાં ભૂમાફિયાઓમાં અંદરોઅંદર મારામારીના બનાવો બની રહ્યા છે ત્યારે ભૂજના હબાય ગામમાં ગત જન્માષ્ટમીએ થયેલો વિવાદ ફરી વણસ્યો હતો.

શુક્રવારે સવારે દશ વાગ્યાના અરસામાં માધાપર હાઇવે પર દીપક પેટ્રોલ પંપ નજીક હબાય ગામે રહેતા હ‌િર કાનજી કેરા‌િસયા, મોહન હ‌િર કેરા‌િસયા, પ્રેમજી કાનજી કેરા‌િસયા, દામજી ભચુ કેરા‌િસયા સહિતનાઓએ હથિયારો સાથે હ‌િર હમીર ડાંગર, પ્રેમજી ધનજી ડાંગર, પ્રેમજી લક્ષમણ, હમીર ગોપાલ કેરા‌સિયા, લાલજી લક્ષ્મણ કેરા‌િસયા ઉપરાંત હ‌િર લક્ષ્મણ કેરા‌સિયા સહિતના લોકો પર હુમલો કર્યો હતો, જેમાં છ જણાઓને ઇજા થતાં ભૂજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન હ‌િર લક્ષ્મણ કેરા‌િસયા (ઉ.વ.૩પ)નું મોત નીપજ્યું હતું.

અન્ય જૂથના ઘવાયેલા લોકોને અન્ય એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બે જૂથ વચ્ચે અથડામણના પગલે ઘટનાસ્થળે પહોંચેલી ટીમોએ હબાય ગામમાં વધુ પરિસ્થિતિ ન વણસે તે હેતુથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે આ મામલે બંને પક્ષોએ સામ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હત્યાના આરોપીને ઝડપવા માટે તજવીજ હાથ ધરી છે.

You might also like