સિંગતેલના ભાવ ૧૭૦૦ ક્રોસ કરે તેવી શક્યતા

અમદાવાદ: સ્થાનિક મોરચે ખાદ્યતેલની માગ ઊંચી જોવા મળી રહી છે. નવેમ્બરમાં પણ ખાદ્યતેલની આયાત ૧૩ ટકા વધુ થઇ હતી. સ્થાનિક સ્તરે ઊંચી માગ તથા ડોલર સામે રૂપિયાની નરમાઇએ આયાત પડતર વધતાં સિંગતેલના ભાવ ટૂંકમાં ડબે ૧૭૦૦ની સપાટી ક્રોસ કરે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે પાછલાં બે ત્રણ સપ્તાહથી સિંગતેલના ભાવ ડબે ૧૬૭૦ની આસપાસ સ્થિર ટકેલા છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે ખાદ્યતેલની કિંમત દુનિયાભરમાં વર્ષ ૨૦૦૮ બાદના નીચલા સ્તરે છે અને તેના કારણે સ્થાનિક ઓઇલ મિલોને સીધી અસર પડી છે. ખાદ્યતેલની આયાત સતત વધી રહી છે. ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશોની સરકાર દ્વારા નિકાસ મૂલ્ય ઝીરો કરવામાં આવતાં ભારતમાં આયાતમાં તેજી આવી છે. નવેમ્બર મહિનામાં ૧૩.૪ લાખ ટન ખાદ્યતેલની આયાત થઇ હતી. જ્યારે પાછલાં વર્ષે આ જ સમયગાળામાં ૧૧.૯ લાખ ટનની આયાત થઇ હતી.
ડોલર સામે રૂપિયાની નરમાઇ તથા સ્થાનિક મોરચે ખાદ્યતેલની વધતી માગને લઇને ટૂંક સમયમાં ડબો ૧૭૦૦ની સપાટી ક્રોસ કરે તેવી મજબૂત સંભાવના છે. ઉલ્લેખનીય છે કે સિઝનમાં કમોસમી તથા ઓછા વરસાદના કારણે મગફળીના પાકને પણ અસર
થઈ છે.

You might also like