સિંગતેલના ૧૫ લિટર ડબાના ભાવ પણ રૂ. ૨૨૦૦ને પાર

અમદાવાદ: સરકારે સિંગતેલમાં એકતરફી તેજીને રોકવા સિંગતેલમાં ભાવબાંધણું કર્યું છે. ૧૫ કિલોના ડબાના રૂ. ૨૧૨૫ની ભાવ બાંધી દીધા છે, પરંતુ ઓઇલ મિલરોએ ૧૫ કિલોના ડબાને બદલે સરકારની આંખમાં ધૂળ નાખીને ૧૫ લિટરના ડબા વેચાણમાં મૂકી દીધા છે. ૧૫ લિટરના ડબા એટલે કે ૧૩.૬ કિલોનો ભાવ પણ ૨૨૦૦ને પાર કરી ગયો છે. એક જ દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ. ૩૦થી વધુનો ઉછાળો નોંધાયો

ચોમાસાની સિઝનને લઇને વાવણી માટે સિંગદાણાની માગમાં વધારો નોંધાયો છે તો બીજી બાજુ પાછલાં વર્ષોમાં સિંગદાણાની ઊંચી નિકાસ તથા અપૂરતા સ્ટોક વચ્ચે સિંગતેલના ભાવમાં પાછલા કેટલાક વખતથી તેજી જોવા મળી છે. હવે ૧૫ લિટરના ડબાનો ભાવ પણ ૨૨૦૦ને ક્રોસ કરી ગયો છે.

કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં ડબે રૂ. ૬૦૦થી વધુનો ઉછાળો
સિંગતેલના ભાવમાં ભાવ સ્પ્રિંગની જેમ ઊછળી રહ્યા છે. રોજ નવી ને નવી સપાટી બનાવી રહ્યા છે. એક બાજુ અપૂરતો સ્ટોક તો બીજી બાજુ તહેવારો પૂર્વે સટ્ટાકીય લેવાલીના પગલે સિંગતેલના ભાવ નવી ઊંચી સપાટી બનાવી છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં સિંગતેલ ડબે ૬૦૦ રૂપિયાનો ઉછાળો નોંધાઇ ચૂક્યો છે અને હજુ વધે તેવી શક્યતા છે.

You might also like