સિંગતેલના ભાવ ઘટ્યાઃ કપાસિયાના વધ્યા

અમદાવાદ: સિંગતેલના ભાવમાં છેલ્લા ૧૫ દિવસથી ઘટાડાની ચાલ જોવા મળી રહી છે. ૧૫ લિટરના ડબાના ભાવમાં પાછલાં બે સપ્તાહમાં ૨૦૦ રૂપિયા કરતાંય વધુનો ઘટાડો નોંધાઇને હાલ રૂ. ૨૦૦૦ની નીચે ૧૯૮૦થી ૧૯૯૦ની સપાટીએ ભાવ પહોંચી ગયેલા જોવા મળ્યા છે. તો બીજી બાજુ કપાસના પાકના ઓછા ઊતારના પગલે કપાસિયા તેલના ભાવમાં છેલ્લા ૧૫ દિવસમાં સુધારાની ચાલ જોવા મળી રહી છે. ૧૫ કિલોના ડબાના ભાવમાં રૂ. ૪૦થી ૬૦નો ઉછાળો નોંધાઇ ૧૪૦૦ રૂપિયાની નજીક ૧૩૭૦થી ૧૩૮૦ની સપાટીની નજીક સ્થાનિક બજારમાં ભાવ પહોંચી ગયેલા જોવા મળ્યા છે.

સ્થાનિક કાલુપુર સિંગતેલ બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે એક બાજુ મગફળીની આવક વધુ છે, જેના પગલે સિંગતેલના ભાવમાં સતત ઘટડા જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ કપાસમાં ઓછો ઊતાર આવે તેવી શક્યતાઓ પાછળ કપાસિયા તેલના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી રહી છે. જોકે સિંગતેલના ઘટતા જતા ભાવના પગલે કપાસિયા તેલના ભાવ રૂ. ૧૪૦૦ની સપાટીની આસપાસ ટૂંકા સમયગાળા માટે ટકી રહે તેવો મત વેપારીઓ દ્વારા વ્યક્ત કરાઇ રહ્યો છે.

You might also like