સિંગતેલની પાછળ કપાસિયા તેલના ભાવ પણ વધુ તૂટ્યા

અમદાવાદ: પાછલા બે-ત્રણ સપ્તાહથી સિંગતેલના ભાવ સતત તૂટી રહ્યા છે. સ્ટોકિસ્ટોને નવી માંગના અભાવ વચ્ચે પુરવઠો વધતા સિંગતેલના ભાવ ડબે પાછલા એક મહિનામાં ૧૦૦થી વધુ તૂટી ગયા છે. જેના પગલે કપાસિયા તેલના ભાવમાં પણ ગાબડાં પડ્યા છે. પાછલા બે સપ્તાહમાં કપાસિયા તેલના ભાવમાં ડબે ૨૦થી ૪૦ રૂપિયા ઘટાડો નોંધાયો છે અને ૧૧૦૦ની સપાટી તોડી વધુ નીચે ૧૦૭૦-૧૦૮૦ની સપાટીએ ભાવ જોવા મળ્યો છે.

બજારની જાણકારોના જણાવ્યા પ્રમાણે એક બાજુ પુરવઠો  ઊંચો છે તો બીજી બાજુ અપેક્ષા મુજબની માંગ નહીં હોવાના કારણે સિંગતેલ સહિત કપાસિયા તથા અન્ય ખાદ્ય તેલના ભાવમાં ડાઉન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જે આગામી એક-બે સપ્તાહમાં પણ જોવા મળી શકે છે.

You might also like