મેદાનમાં ઊતરતાં જ ખેલાડીઓના હાથમાં હશે કમાનઃ રવિ શાસ્ત્રી

728_90

કોલંબો: અહીં શ્રીલંકાના દોઢ મહિનાના પ્રવાસે આવેલી ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ગઈ કાલે સ્પષ્ટ કર્યું હતું કે, ”ખેલાડીઓ મેદાન પર ઊતરે એટલે મારું કામ પૂરું થાય અને બધી સત્તા તેમને હસ્તક જતી રહે, એવું જ હોવું જોઈએ એવું મારું માનવું છે.” ભારતીય ટીમ શ્રીલંકામાં ત્રણ ટેસ્ટ, પાંચ વન-ડે અને એક ટી-ટ્વેન્ટી મેચ રમવાની છે.

શાસ્ત્રીએ જણાવ્યું કે ”ખેલાડીઓ પોતાની જવાબદારી સારી રીતે સમજતા હોય છે. તેઓ પ્રોફેશનલ પ્લેયર્સ છે. મેદાન પર તેઓ ઊતરે એ સાથે મૅચને લગતી બધી સત્તા તેમના હાથમાં જતી રહે. હું ઇચ્છું છું કે ખેલાડીઓ નિર્ભય થઈને રમે. મારું કામ તેમની માનસિકતાને યોગ્ય સ્થિતિમાં લાવવાનું હોય છે. હું ઇચ્છું છું કે તેઓ પોતાની નૅચરલ ગેમ રમે અને કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર રમે.”

કૅપ્ટન વિરાટ કોહલીએ જણાવ્યું કે, ૨૬મી જુલાઈએ શ્રીલંકા સામે શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં લોકેશ રાહુલ સાથે ઓપનિંગમાં રમવાનો કોઈને પણ મોકો મળી શકે. એ બાબતમાં શિખર ધવન અને અભિનવ મુકુંદે કોઈ પણ જાતનું માનસિક દબાણ રાખવું જોઈએ નહીં.” મુરલી વિજય ઈજાગ્રસ્ત હોવાથી તે શ્રીલંકાના પ્રવાસમાં ભારતીય ટીમ સાથે જોડાયો નથી.
http://sambhaavnews.com/

You might also like
728_90