રાજ્ય સરકાર આજથી 9 માર્ચ સુધી મગફળીની ખરીદી કરશે

રાજ્ય સરકાર આજથી મગફળીની ખરીદી શરૂ કરશે. 5 માર્ચથી 9 માર્ચ સુધી સરકાર દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવશે. નાફેડના સહયોગથી અને સીસીટીવી કેમેરા દ્વારા વીડિયોગ્રાફી કરીને ખરીદી કરવામાં આવશે.

સરકારી કંપની ગુજકોમાસોલ અને ગુજકોટ મગફળીની ખરીદી કરશે. 22 જિલ્લામાં આવેલા 110 કેન્દ્રો પર મગફળીની ખરીદી કરવામાં આવશે. સાથે જ રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોની જ મગફળી ખરીદવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી મગફળીની ખરીદી અટકી હતી. ઉપરાંત ગોંડલના મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ બાદ સરકારે SITના આદેશ પ્રમાણે ફરીથી મગફળીની ખરીદીની સરકારે જાહેરાત કરી હતી.

આ પગલાં પ્રમાણે હવે સરકાર દ્વારા મગફળીની ખરીદી શરૂ કરી દેવામાં આવશે. જો કે ઓનલાઇન નોંધણી કરાવેલી હશે અને જેમનું રજીસ્ટ્રેશન કરાવેલ હશે તેવા ખેડૂતો પાસેથી જ સરકાર મગફળી ખરીદશે.

You might also like