ઘરઆંગણે સિંગતેલના ભાવ ગરમઃ ૧,૫૦૦ની સપાટી ક્રોસ

અમદાવાદ: ઘરઆંગણે સિંગતેલના ભાવમાં મજબૂતાઇની ચાલ જોવા મળી રહી છે. રૂપિયાની નરમાઇના પગલે પામ તેલ સહિત અન્ય ખાદ્યતેલની આયાત પડતર ઊંચી આવતાં ખાદ્યતેલના ભાવને સપોર્ટ મળ્યો છે. સ્થાનિક બજારમાં સિંગતેલના ભાવ ફરી એક વખત ૧,૫૦૦ની સપાટી ક્રોસ કરી ૧,૫૦૦થી ૧,૫૨૦ની સપાટીએ પહોંચી ગયેલા જોવા મળ્યા હતા.

કાલુપુર હોલસેલ બજારના વેપારીના જણાવ્યા પ્રમાણે તેલ બજારમાં ધીમો પણ મજબૂત સુધારાની ચાલ જોવા મળી રહી છે. એક બાજુ રૂપિયાની નરમાઇ તો બીજી બાજુ વધતી માગના પગલે સિંગતેલના ભાવમાં સપોર્ટ મળ્યો છે અને ૧,૫૦૦ની સપાટી કુદાવી દીધી છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે સેન્ટિમેન્ટ જોતાં સિંગતેલના ભાવ ગતિ પકડી શકે છે.

You might also like