પાકિસ્તાનનાં ચીની પ્રોજેક્ટ ગ્વાદર પોર્ટ પર આતંકી હુમલો, 26 ઘાયલ

પાકિસ્તાન અને ચીનની દોસ્તી માટે પ્રતીક સમાન ‘વન બેલ્ટ વન રોડ’ પર બલૂચિસ્તાનનાં અલગાવવાદીઓની નજર છે. પાકિસ્તાન અને ચીનની આ યોજનાની વચ્ચે પુલની જેમ કામ કરનાર ‘ગ્વાદર પોર્ટ’ પર શુક્રવારે આતંકી હુમલો થયો, જેમાં 26 મજૂરો ઘાયલ થયા છે. સમાચાર અનુસાર જે સમયે મજૂરો ખાવાનું ખાઇ રહ્યાં હતાં તેવાં જ સમયે આતંકીઓ મોટરબાઇક પર બેસીને આવ્યા અને ગ્રેનેડ ફેંકીને ભાગી ગયાં.

જો કે હજી સુધી કોઇ જ આતંકી સંગઠને આ હુમલાને લઇ જવાબદારી સ્વીકારી નથી પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ આતંકી હુમલો બલૂચિસ્તાનનાં અલગાવવાદીઓએ કરાવ્યો છે કે જે એમ માની રહ્યાં છે કે ચીન સાથે લાવવામાં આવી રહેલ યોજનાથી એમનાં વિસ્તારોનાં સંસાધનોને નુકસાન થઇ રહ્યું છે.

You might also like