લીલી હળદરનું શાક

સામગ્રી : લીલી હળદર-૫૦૦ ગ્રામ (લીલી હળદરને છોલીને ધોઈ લેવી ને ત્યારબાદ છીણી નાખવી.) બાફેલા વટાણા-૨૦૦ ગ્રામ, ડુંગળી – ૧ મોટી, ટામેટું- ૧ (બંનેની પેસ્ટ બનાવી લેવી), ટામેટું- ૧ મીડિયમ સમારી લેવું., ૧ ચમચી આદું- લીલાં મરચાંની પેસ્ટ, લીલું લસણ- ઝીણું સમારેલું, કોથમીર ઝીણી સમારેલી, ઘી-૨૫૦ ગ્રામ, તમાલપત્ર-૧,  મરી પાંચથી ૬ નંગ, લવિંગ ૩થી ૪ નંગ, તજ નાના બે ટુકડા, કોપરાનું છીણ, લાલ મરચું, જીરું, મીઠું, ધાણાજીરું અને ગરમ મસાલો.

રીત: સૌપ્રથમ એક પૅનમાં ઘી મૂકો.   ધીમી આંચે હળદર બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી બહાર કાઢી લો. બાકી રહેલા ઘીમાં જીરું, હિંગ, તમાલપત્ર, લવિંગ, તજ-મરી, ડુંગળી-ટામેટાંની પેસ્ટ ઉમેરવી. ધીમી આંચે બ્રાઉન થાય ત્યાં સુધી શેકવું. ત્યારબાદ મરચાં-આદુની પેસ્ટ, લીલું લસણ, મસાલા, વટાણા અને સાંતળેલી લીલી હળદર, કોપરાનું છીણ, કોથમીર ઉમેરવાં. જરૂર મુજબ પાણી ટામેટાં ઉમેરી ૭ મિનિટ ચડવા દેવું.
http://sambhaavnews.com/

You might also like