ગ્રીન ટીનો ઓવરડોઝ લિવર માટે નુકસાનકારક છે

ઘણા સમયથી ગ્રીન ટીને હેલ્થ ડ્રિન્ક અને વજન ઘટાડવા માટેની અસરકારક માનવામાં આવી છે. સ્વાદમાં એ ભાવે કે ન ભાવે, લાખો લોકો હવે રોજ ગ્રીન ટી પીતાં થઇ ગયા છે. જોકે બહુ જ હેલ્ધી કહેવાતું આ પીણું પણ કોઇ સાઇડ ઇફેક્ટ વગરનું નથી.

યુરોપિયન ફૂડ સેફટી ઓથોરિટીનાના નવા અભ્યાસમાં કહેવાયું છે કે ગ્રીન ટીનો ઓવરડોઝ થઇ જાય તો એ લિવર માટે હાનિકારક બની શકે છે. આ અભ્યાસ ગ્રીન ટીના પ્રેમીઓને કન્ફ્યુઝ કરે એવો છે. જો તમે પણ ગ્રીન ટી પીવાનું બંધ કરવાનો વિચાર કરતા હો તો એવું કરવાની જરુર નથી.

યુરોપિયન ફૂડ સેફટી ઓથોરિટીનું કહેવું છે કે ગ્રીન ટી રોજ એક કપ જેટલી લેવામાં વાંધો નથી. રોજના ૮૦૦ મિ.ગ્રામથી વધુનો ડોઝ શરીરમાં જાય તો એ લિવર ડેમેજ કરે છે.

You might also like